મેરાન્યૂઝ નેટવર્ક.શિમલાઃ નાગરિક્તા સંશોધન કાયદાને લઈને કોંગ્રેસ પર ફરી એક વાર ગૃહ મંત્રી અમિત શાહે તીખા શભ્દોનો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે કે કોંગ્રેસ એન્ડ કંપની અફવાઓ ફેલાવી રહી છે કે આ કાયદો અલ્પસંખ્યકોની નાગરિક્તાને છીનવી લેશે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, રાહુલ બાબા હું તમને ચેલેન્જ આપું છું કે આ કાયદામાં એક પણ જગ્યાએ કોઈની પણ નાગરિક્તા લેવાની જોગવાઈ હોય તો બતાવો.

તેમણે કહ્યું, દેશના તમામ મુસલમાન ભાઈ બહેનોને અપીલ છે કે પહેલા પોતે નાગરિક્તા સંશોધન કાયદાને સમજો અને પછી બીજાને સમજાવો, નહીં તો જુઠ્ઠાણા અને ભ્રમ ફેલાવીને રાજનીતિ કરનાર દળો અને પોતાના વોટ બેન્કના સ્વાર્થ માટે આપણને અંદરોઅંદર આમ જ લડાવતા રહેશે.

શિમલામાં હિમાચલ પ્રદેશ સરકારના બે વર્ષ પુરા થવાના સમયે અમિત શાહે કહ્યું કે, 1950માં નહેરુ લિયાકત સમજુતી થઈ, જે અંતર્ગત નક્કી થયું હતું કે બંને દેશો પોતાના ત્યાં અલ્પસંખ્યકોનું સંરક્ષણ કરશે. લાખો કરોડો શરણાર્થિયોની કોઈ ખબર લેતું ન હતું.

જમ્મૂ કશ્મીરથી આર્ટિકલ 370 હટાવવા પર મોદી સરકારની સરાહના કરતાં અમિત શાહે કહ્યું કે, અમે બધા નાનપણથી નારા લગાવતા હતા કે આ દેશમાં બે નિશાન, બે પ્રદાન, અને બે સંવિધાન નહીં ચાલે, પરંતુ વર્ષો સુધી કાંઈ થયું નહીં. જોકે આજે જમ્મૂ કશ્મીરથી 370ની જોગવાઈઓ હટાવ્યા પછી. આજે ત્રિરંગો કશ્મીરના આકાશમાં શાનથી લહેરાય છે.