મેરાન્યૂઝ નેટવર્ક, અમેઠી: ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પર રાહુલ ગાંધી વિરૂદ્ધ અને ભાજપના સ્મૃતિ ઇરાનીના સમર્થનમાં પ્રચાર કરનાર સ્થાનિક ભાજપ નેતાની હત્યા બાદ સ્મૃતિ ઇરાની ગઇકાલે સ્થાનિક નેતાની અંતિમયાત્રામાં સામેલ થયા હતા અને તેમની અર્થીને કાંધ પણ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અમેઠીના ગૌરીગંજના બરોલિયા ગામના પૂર્વ સરપંચ સુરેન્દ્ર સિંહની શનિવાર રાત્રે કેટલાક લોકોએ ગોળીમારી હત્યા કરી હતી. મૃતક સુરેન્દ્ર સિંહના પરિવારજનોનો આક્ષેપ છે કે રાજકીય મુદ્દે તેમની હત્યા થઇ છે. પોલીસે આ મામલે તપાસ કરતા પ્રાથમિક તારણમાં અંગત અદાવતમાં હત્યા થઇ હોવાનું જણાવ્યું છે. પોલીસે આ મામલે નસીમ, ધર્મનાથ ગુપ્તા અને બીડીસી રામચંદ્ર નામના આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે ફરાર વસીમ અને ગોલૂની શોધખોળ શરુ કરી છે. સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે સુરેન્દ્ર સિંહની હત્યા કરનાર અને કરાવનાર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.