મેરાન્યૂઝ નેટવર્ક.વોશિંગટનઃ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે તે 20 જાન્યુઆરીએ સ્વેચ્છાથી પદ્દ છોડી દેશે, આ કહેતા તેમણે જો બાઈડેનના રાષ્ટ્રપતિ પદ્દ માટે વ્યવસ્થિત પરિવર્તન થશે તેવા સંકેત આપ્યા હતા. તે પહેલા અમેરિકી કોંગ્રેસે ગુરુવારે સંયુક્ત સત્રમાં ઔપચારિક રુપે 3 નવેમ્બરે થયેલી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદ્દ માટે જો બાઈડન તથા નાયબ રાષ્ટ્રપતિ પદ્દ પર કમલા હેરિસ પદભાર સંભાળશે તેની પૃષ્ટી કરી છે.

કોંગ્રેસના સંયુક્ત સત્રમાં ચૂંટણીની ચકાસણી આજે વહેલી સવારે કરવામાં આવી હતી. જતા જતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થકોએ કોંગ્રેસની કાર્યવાહી ખોરવાયા બાદ સંયુક્ત સત્ર બુધવારે મોડી સાંજે ફરી શરૂ કરાયું હતું.

કેપિટોલ હિલ પર હિંસાની ઘટના બાદ મતદારોના મતની પુષ્ટિ થઈ છે જેમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં અને આ વિસ્તારમાં લોકડાઉન લાદવું પડ્યું હતું. આ હિંસામાં સુરક્ષા જવાનોનો જીવ બચાવવા ત્યાંથી છટકી હતી અને ઇમારતની અંદર ફાયરિંગની ઘટના પણ બની હતી.

કોંગ્રેસના સંયુક્ત સત્રમાં ગુરુવારે વહેલી તકે ચૂંટણીની ચકાસણી કરવામાં આવી હતી. જતા જતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થકોએ કોંગ્રેસની કાર્યવાહી વિક્ષેપિત કર્યા બાદ બુધવારે મોડી સાંજે સંયુક્ત સત્ર ફરી શરૂ કરાયું હતું. કેપિટોલ હિલ પર થયેલી હિંસા બાદ મતદારોના મતની પુષ્ટિ થઈ છે જેમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં અને આ વિસ્તારમાં લોકડાઉન લગાડવામાં આવ્યું હતું.

એ જ રીતે સેનેટે પેન્સિલ્વેનીયાના ચૂંટણી પરિણામો સાત સામે 97 મતોથી નામંજૂર કર્યા હતા, જ્યારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે વાંધાને નકારી કાઢયો, જ્યારે પ્રતિનનિધિ સભામાં 138 સામે 282 મતોથી વિરોધ થયો. ભારતીય મૂળના ચાર સાંસદો - રો ખન્ના, એમી બેરા, રાજા કૃષ્ણમૂર્તિ અને પ્રમિલા જયપાલાએ આ વાંધા સામે મત આપ્યો હતો.