મેરાન્યૂઝ નેટવર્ક. અમદાવાદઃ ફરી એકવાર વિદેશની ધરતી પર ભારતીય યુવકના મોતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં રહેતા એક યુવકનું ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મોત થયું છે. યુવકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. બીજી તરફ યુવકના મૃતદેહને પરત લાવવા માટે ફાળો પણ એકત્રિત કરવામાં આવ્યો છે.

મૃતક યુવક ગાંધીનગરના માણસાના પડુસમાનો વતની છે. 22 વર્ષીય જય ભરત પટેલ તાજેતરમાં સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં અભ્યાસ માટે ગયો હતો. શુક્રવારે બપોરે તેને ઘટનાસ્થળે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. યુવકના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પોલીસ તપાસ કરી રહી છે. યુવકના મૃતદેહને પરત લાવવાની કામગીરી ચાલી રહી છે. લોકો મૃતદેહ પરત કરવા માટે દાન એકત્ર કરી રહ્યા છે.

Advertisement


 

 

 

 

 

યુવકના મૃતદેહને માદરે વતન પરત મોકલવા માટે કામગીરી ચાલી રહી છે. બીજી તરફ મૃતક જયના પરિવારને પણ મદદ માટે હાકલ કરવામાં આવી રહી છે. મૃતદેહને પરત મોકલવા માટે લોકો ફાળો એકઠો કરી રહ્યા છે. મહત્વનું છે કે,જયના મૃતદેહને વતન મોકલવા માટે તેના મિત્રો 'ગો ફંડ મી' વેબસાઇટ દ્વારા ભંડોળ ભેગું કર્યું છે. મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે, જયના મિત્રોએ માત્ર 45 મિનિટમાં જ ઓસ્ટ્રેલિયાની ભારતીય કમ્યુનિટી પાસેથી 11 લાખ રુપિયા મેળવ્યા હતા. અત્યાર સુધીમાં 30 લાખ રુપિયા ભેગા થયા છે. 

યુવક સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં અભ્યાસ માટે ગયો હતો. શુક્રવારે બપોરે તેમના મૃત્યુના સમાચાર મળ્યા હતા. જુવાનજોધ પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં શોક છવાઈ ગયો હતો. હાલ યુવકના મૃતદેહને પરત લાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારતીય સમુદાયના લોકો પણ યુવાનોની મદદ માટે આગળ આવી રહ્યા છે. સોમવારે પોસ્ટમોર્ટમ બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.