મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વધુ વકરી રહી છે. જોકે બીજી તરફ કોરોનાએ લાંબા સમયથી ધંધા વેપારની હાતલ બગાડીને મુકી દીધી છે. લાંબા સમયના લોકડાઉનમાં કોરોના તો હાર્યો નહીં પરંતુ લોકો હવે ધીરજ હારી ગયા હોય તેવા દ્રષ્યો ઠેર ઠેર જોવા મળે છે. લોકોના ટોળા, બજારો, પ્રસંગો વગેરેમાં કોરોના ગાઈડલાઈન્સના રીતસર લીરેલીરા ઉડી રહ્યા છે. રાત્રીના સમયે પોતાનો ધંધો ચલાવતા અને રાત્રીના સમયે બહાર આવી કાંઈક ખરીદતા ઘણા અમદાવાદીઓને આ અહેવાલ વાંચવા જેવો છે.

અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમદાવાદના 27 વિસ્તારોની દુકાનોને રાત્રીના 10 વાગ્યા પછી ન ખોલવાનું ફરમાન કર્યું છે. જોકે તેમાં દવાની દુકાનોને છૂટ છે.  આ 27 વિસ્તારોમાં અમદાવાદના ધનિક ગણાતા વિસ્તારોનો પણ સમાવેશ થયો છે. અમદાવાદના SG હાઈવે, બોપલ, પ્રહલાદનગર, ઈસ્કોન વગેરે જેવા 27 વિસ્તારો છે. અહીં તે લીસ્ટ પણ દર્શાવ્યું છે. ઉલ્લેખનીય છે કે રવિવારે કોર્પોરેશન દ્વારા સિંધુ ભવન રોડ પર 7 કાફે અને રેસ્ટોરાં સામે ભીડ વધુ હોવાને કારણે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં તો લોકો માસ્ક વગર અને ઠેરઠેર ફરી બેઠકો જમાવતા જોવા મળતા હતા. જેને કારણે તકેદારીના ભાગરૂપે આઈએએસ અધિકારી રાજીવ ગુપ્તા દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

વિસ્તારોના નામ
1. પ્રહલાદનગર રોડ
2. YMCAથી કાકે દા ઢાબા (કર્ણાવતી ક્લબ રોડ)
3. બુટભવાની મંદિરથી આનંદનગર રોડ
4. પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડિયમ સર્કલ (કોર્પોરેટ રોડ)
5. SG હાઈવે
6. ઈસ્કોન ક્રોસ રોડથી શપથ 4-5 સર્વિસ રોડ
7. સિંધુ ભવન રોડ
8. બોપલ-આંબલી રોડ
9. ઈસ્કોનથી બોપલ-આંબલી રોડ
10. ઈસ્કોન-આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર
11. સાયન્સ સિટી રોડ
12. શીલજ સર્કલથી સાયન્સ સિટી સર્કલ સુધી 200 ફૂટના એસપી રિંગ રોડ ઉપર
13. આંબલી સર્કલથી વૈષ્ણોવદેવી સર્કલ સુધી 200 ફૂટના એસપી રિંગ રોડ ઉપર
14. CG રોડ
15. લૉ ગોર્ડન ( ચાર રસ્તા-હેપી સ્ટ્રીટ, મ્યુનિસિપલ માર્કેટ, પંચવટી સર્કલ)
16. વસ્ત્રાપુર તળાવના ફરતે
17. માનસી સર્કલથી ડ્રાઈવ-ઈન રોડ
18. ડ્રાઈવ ઈન રોડ
19. ઓનેસ્ટથી શ્યામલ ક્રોસ રોડ (પ્રહલાદનગર 100 ફૂટ રોડ)
20. શ્યામલ બ્રિજથી જીવરાજ ક્રોસ રોડ
21. બળિયાદેવ મંદિરથી જીવરાજ ક્રોસ રોડ
22. IIM રોડ
23. શિવરંજનીથી જોધપુર ક્રોસ રોડ (BRTS કોરિડોરની બંને બાજુ)
24. રોયલ અકબર ટાવર પાસે
25. સોનલ સિનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ
26. સરખેજ રોઝા-કેડિલા સર્કલ-ઉજાલા સર્કલ
27. સાણંદ ક્રોસ રોડ-શાંતિપુરા ક્રોસ રોડ
આ 27 વિસ્તારોમાં દવાની દુકાનો સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.