મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પૂર્વ સમાજવાદી પાર્ટીના નેતા અમર સિંહનું નિધન થઈ ગયું છે. તે ગત ઘણા દિવસોથી બિમાર હતા. તેઓની સારવાર સિંગાપોરની એક હોસ્પિટલમાં થઈ રહી હતી. થોડા દિવસો પહેલા જ તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. શનિવારે બપોરે તેમનું નિધન થઈ ગયું છે.

સમાજવાદી પાર્ટીના કદાવર નેતા રહેલા અમર સિંહનો માર્ચ મહિનામાં જ એક વીડિયો ખુબ ચર્ચામાં આવ્યો હતો. તેમાં તેમણે પોતાની મોતની અફવાઓ પર વિરામ લગાવતા સ્પષ્ટ કર્યું હતું કે તે સારા છે અને તેમની બિમારીથી તે લડી રહ્યા છે. તેમણે પોતાના પહેલાના અનુભવોને જાહેર કર્યા હતા અને કહ્યું હતું કે તેમની તબીયત પહેલા પણ બગડી હતી પણ દરેક વખતે તે મોતના મુખમાંથી લડીને પાછા આવી ગયા.

વીડિયોમાં અમર સિંહ કહેતા હતા કે, સિંગાપોરથી હું અમર સિંહ બોલી રહ્યો છું. રુણ (બિમાર) છું, ત્રસ્ત છું વ્યાધી (પરેશાનીઓ) સાથે છું પણ ડર નથી. હિંમત ઘણી બાકી છે, જોશ બાકી છે. હોશ બાકી છે. અમારા શુભચિંતકો અને મિત્રોએ અફવા બહુ ઝડપી ફેલાઈ કે યમરાજે મને પોતાની પાસે બોલાવી લીધા છે. એવું બિલકુલ નથી. મારી સારવાર ચાલી રહી છે અને માં ભગવતીની કૃપા થઈ તો પોતાની સારવાર ઉપરાંત જલ્દીથી જલ્દી બે ગણી તાકાત લઈને પાછો આવીશ.

તેમણે આગળ કહ્યું, પોતાના લોકો વચ્ચે સદાની માફક... જેવો પણ છું, જે પણ છું તમારો છું. ખુબ ખરાબ છું તો, સારો છું તો... પોતાની ચિરપરિચિત શૈલી, પ્રથા અને પરંપરાના અનુકુળ જેવું અત્યાર સુધી જીવન જીવ્યું છે. તેવી જ રીતે આગળ પણ જીવીશ.