ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): એલ્યુમિનિયમની ભઠ્ઠીમાંથી નીકળતા ધુમાડા પર નિયંત્રણ મૂકવાના પ્રયાસ ચીને આદરતા રોકાણકારોમાં ઉત્પાદન અને પુરવઠાની ચિંતાઓ વધવા લાગી છે. આ મહિનાથી મોંગોલિયામાં આવેલી કેટલીક સ્મેલટરોને બંધ કરી દેવાના આદેશ જાહેર કરાતાં વિશ્વની ૬૦ ટકા રિફાઈન્ડ એલ્યુમિનિયમ માંગ પૂરી પડતાં ચીનમાંથી નિકાસ ઘટશે. સટ્ટોદિયા રોકાણકારોએ ગત સપ્તાહે એલએમઇ ખાતે તેમના તેજીના ઓળીયામાં ૭.૮ ટકાનો વધારો કર્યો હતો.  
 
એક તરફ પરિયાવારણનું રક્ષણ અને બીજી તરફ આસમાને ગયેલા ભાવને ઠંડા પાડવા, ચીન સરકાર તેની રિજર્વપુરાંત પુરવઠામાંથી પાંચ લાખ ટન એલ્યુમિનિયમ છૂટી કરશે, એવી અફવા વચ્ચે ગુરુવારે પણ એલએમઇ ત્રિમાસિક વાયદો ઘટીને ૨૨૨૫ ડોલર પ્રતિ ટન બોલાયો હતો. સોમવારે આ વાયદો જૂન ૨૦૧૮ પછીની નવી ઊંચાઈએ, ૨૨૮૯.૫૦ ડોલર મુકાયો હતો. અલબત્ત, આ વર્ષે અત્યાર સુધીમાં ભાવ ૧૩ ટકા વધ્યા છે.

ઇન્ડોનેશિયની રિફાઇનરીઓનું બાંધકામ જો મોડું થવાનું હોય તો ઊંચા ભાવનો લાભ લેવા સરકાર અન-રિફાઈન્ડ (કાચી) એલ્યુમિનિયમની નિકાસ કરવાના પરવાના આપવાનું વિચારી રહી છે. મુંબઈ સ્થિત એક મેટલ એનાલિસ્ટે કહ્યું કે જો તમે જગતના સૌથી મોટા ઉત્પાદક દેશમાં, ઉત્પાદન નિયંત્રણને જુઓ અને અપેક્ષા કરતાં વધુ વધી રહેલી માંગનો ખ્યાલ કરશો તો તમને આગામી થોડા વર્ષો માટે બજાર સમતોલ થતી જણાશે.

તેમણે કહ્યું કે સતત વધી રહેલા જહાજી નૂર, વધતી એલ્યુમિનિયમ માંગ, અને કાચા અને સ્ક્રેપની પુરવઠા અછતે, આયાતકાર દેશોમાં ભાવને વધુ ઊંચે જવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. અમારું માનવું છે કે ૨૦૨૧માં જાગતિક માંગ સામે પુરવઠા વૃધ્ધિ વિકાસ ૦.૩૦ ટકા નબળો રહેશે, જે ૨૦૨૨માં માંગ પુરવઠા વચ્ચેનો ગાળો વધીને ૨.૯ ટકા જેટલો થશે. આ સંજોગોમાં વિશ્વનો હાલનો એલ્યુમિનિયમ સ્ટોક વધુ નીચે જશે.

ઇન્ટરનેશનલ એલ્યુમિનિયમ ઇન્સટીટ્યુટના તાજા આંકડા કહે છે કે વૈશ્વિક પ્રાયમરી એલ્યુમિનિયમનું ઉત્પાદન, જાન્યુઆરીમાં ૫૭.૨૭ લાખ ટનથી ફેબ્રુઆરીમાં ઘટીને ૫૨.૦૩ લાખ ટન થયું હતું. એલએમઈ વેરહાઉસમાં મંગળવારે કેનસેલેશન વૉરંટનો ફ્લો હળવો થયો હતો. ગોડાઉનોમાંથી ૬૦૨૫ ટન એલ્યુમિનિયમ બહાર લઈ જવા બુક કરવામાં આવી હતી, પણ ૭૭૦૦ ટન એલ્યુમિનિયમ બહાર લઈ જવાઈ હતી. એલએમઈ વેરહાઉસમાં આ મહિનાના આરંભે ઓન-વોરંટ ઇનવેન્ટરીઝ ૧૧ લાખ ટનથી પાંચ વર્ષની ઊંચાઈએ ૧૭ લાખ ટને પહોંચી હતી, પરંતુ ત્યાર પછી તે વેગથી ઘાટીને ૧૨ લાખ ટન રહી ગઈ હતી.

કોરોના મહામારીને હરાવવા આખું જગત અસરકારક રીતે રસી શોધી રહ્યું છે, ત્યારે લોકો પુન: પોતાના નિયમિત કામધંધે લાગી જશે અને બાંધકામ, ઇલેકટ્રોનિકસ, અને ઓટો ઉધ્યોગમાં આ ધાતુની માંગમાં વધારો થશે અને અર્થતંત્રમાં ગતિશીલતા આવશે, એવા અનુમાનો રોકાણકારો અને એનાલિસ્ટઓ લગાવવા લાગ્યા છે. એલ્યુમિનિયમ માટે તેજી ધ્યાન ધરાવતા મોર્ગન સ્ટેન્લીના એનાલિસ્ટ કહે છે કે કોઈ પણ પ્રકારે જોઈએ તો આ ઉધ્યોગની માંગના સારા દિવસો આવી લાગ્યા છે.

મોર્ગન સ્ટેન્લીના એનાલિસ્ટ વધુમાં કહે છે કે ચીનમાં લંબાગાળાની કાર્બન પર અંકુશ મેળવવા, પરિયાવરણ નિયંત્રણ નીતિ પર એલ્યુમિનિયમની તેજી હવે વધુ નિર્ભર રહેશે. ચીનનો એલ્યુમિનિયમ ઉધ્યોગ તેના કુલ કાર્બન ઉત્સર્જનનો પાંચ ટકા હિસ્સો ધારાવે છે. કોપરની તુલનાએ અત્યારે તો એલ્યુમિનિયમની તેજી વધુ આકર્ષક લાગી રહી છે.
                    
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)