મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેમાં પણ ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દરમિયાન તાજેતરમાં ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળીયો કર્યો હતો. ત્યારે હવે ભાજપનાં નેતા અને ગુજરાત ઠાકોર સમાજનું નેતૃત્વ કરનાર અલ્પેશ ઠાકોરે તો સોશિયલ ડિસ્ટન્સ સહિત માસ્કનાં નિયમનો પણ સરેઆમ ભંગ કર્યો છે. જેને લઈને લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે પાટીલની માફક અલ્પેશ ઠાકોરનાં મામલે પણ સામાન્ય લોકો સામે સિંઘમ બનતી પોલીસ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં જોવા મળી રહી છે.