મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: સમગ્ર દેશમાં કોરોનાનુ સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે દિવાળીના તહેવાર બાદ જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. અમદાવાદ શહેરમાં  કોરોના વાયરસના કેસોમાં ધરખમ વધારો થતા પરિસ્થિતિ બેકાબુ બને તે પહેલા અમદાવાદ શહેરમાં ૫૭ કલાકના કર્ફ્યુની જાહેરાત બાદ શુક્રવારે રાત્રે ૯ વાગ્યા થી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી રાજ્યમાંથી આવતી તમામ એસટી બસને નો એન્ટ્રી કરવાની ફરજ પડી છે અરવલ્લી જીલ્લામાંથી શુક્રવારે સાંજે ૬ વાગ્યા બાદ અમદાવાદ જતી તમામ બસ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે જો કે અમદાવાદ શહેરના બાયપાસ પરથી પસાર થતી તમામ બસ સેવા યથાવત રહેશે તેવું મોડાસા એસટી બસ ડેપોના કર્મચારીઓ પાસેથી માહીતી પ્રાપ્ત થઇ હતી.

અમદાવાદમાં ફરી અઢી મહિના પછી કરફયૂ લદાશે. આજે રાત્રે ૯ વાગ્યા થીવાગ્યાથી જનતા કરફયૂની સાથે એસટી બસ અને પબ્લીક ટ્રાન્સપોર્ટ પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે ત્યારે અરવલ્લી જીલ્લામાંથી અમદાવાદ શહેરમાં જતા તમામ રૂટ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે અમદાવાદ શહેરમાંથી મોટા પ્રમાણમાં વેપારીઓ અને સેલ્સમેન ધંધાર્થે આવતા હોય છે ત્યારે એસટી તંત્રના પરિપત્રની જાણ થતા તમામ કામ પડતા મૂકી અમદાવાદ તરફ જવા એસટી બસ અને વિવિધ વાહનો મારફતે રવાના થયા હતા.