મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પૂર્વ લદ્દાખના ગાલવાન ખીણમાં ભારત અને ચીન આર્મી (ભારત-ચીન) વચ્ચે થયેલી અથડામણને કારણે શહાદતનો આંકડો (20) લોકોના દિમાગમાં ઠસી ગઈ છે. ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોએ સખત પછાડી છઠ્ઠીના દૂધની યાદ અપાવી દીધી હતી, પરંતુ તેમની શહાદતના ભારણથી દેશની દરેક આંખ ભીની થઈ ગઈ છે. તમે જાણો છો, 14 જૂને પિતાએ તેલંગણાના રહેવાસી કર્નલ સંતોષ બાબુને પૂછ્યું હતું કે સરહદ પર શું થઈ રહ્યું છે. સંતોષ બાબુનો જવાબ હતો- તમારે મને આ ન પૂછવું જોઈએ. બસ, પિતાનો પ્રશ્ન અને પુત્રનો જવાબ બંને તેમની જગ્યાએ યોગ્ય હતા. એક ચિંતિત હતો અને બીજો ફરજ માટે પ્રેરિત હતો.
ચાલો આપણે 20 અકલ્પનીય બહાદુરી ધરાવતા પુત્રો વિશે બધું જાણીએ જેમણે દેશ માટે પોતાનો જીવનું બલિદાન આપ્યું…

1- કર્નલ બી સંતોષ બાબુ 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફીસર હતા. તે તેલંગાણાના હૈદરાબાદના રહેવાસી હતા. કર્નલ 18 મહિનાથી લદ્દાખમાં ભારતીય સીમા સુરક્ષા માટે તૈનાત હતા. કર્નલનો એક દિકરો માત્ર 3 વર્ષનો છે અને એક દીકરી જે માત્ર 8 વર્ષની છે. તેમના માતા-પિતા અને પત્ની પણ છે. પત્ની અને બાળકો દિલ્હીમાં સાથે જ રહે છે.

2- નાયબ સુબેદાર મનદીપ સિંહ 2 મીડિયમ રેજિમેન્ટના મેમ્બર હતા. તે પંજાબના પટિયાલાના રહેવાસી હતા. તે 1997માં ભારતીય સેનામાં ભરતી થયા હતા. જેમનો જન્મ 28 માર્ચ 1981માં થયો હતો.

3- હવાલદાર કે પલાની 81 ફીલ્ડ રેજિમેન્ટના સદસ્ય હતા તે તમિલનાડુના મદુરૈના રહેવાસી હતા. કે પલાનીના પરિવારને ચિઠ્ઠી લખીને રાહુલ ગાંધીને તેમને રાષ્ટ્ર નાયક કહ્યા હતા.

4- હવાલદાર વિપુલ રોય 81 માઉન્ટ બ્રિગેડ સિગ્નલ કંપનીના સદસ્ય હતા. તે યૂપીના મેરઠના નિવાસી હતા. માઉન્ટ બિગ્રેડ સિગ્નલ કંપનીના સદસ્યય હતા. તે યુપીના મેરઠના રહેવાસી હતા. 35 વર્ષના વિપુલ રોયની 4 દિવસ પહેલા જ પોતાની પત્ની અને દીકરી સાથે અંતિમ વાત કરી હતી. જલ્દી જ તે રજા લઈને ઘરે આવવાના છે તેવો વાયદો કર્યો હતો. વિપુલ રોય મૂળ વેસ્ટ બંગાલના અલીપુરદ્વાર જિલ્લાના રહેવાસી હતા. તેમણે વર્ષ 2003માં ભારતીય આરામી જોઈન કરી હતી. વિપુલ રાયની એક દિકરી 5 વર્ષ સાથે મેરઠના કંકરખોડા વિસ્તારના કુંદન કુંજમાં રહેતા હતા. લદાખથી પહેલા તે મેરઠમાં તૈનાત હતા. એડીએમ સીટી મેરઠ મુજબ હાલ ઘર પર પત્ની અને બાળકી રહે છે. વિપુલ રોયનું પાર્થિવ શરિર તેમના ઘરે પશ્ચિમ બંગાળ લઈ જવાશે.

5- બિહારના ભોજપુરના લાલ કુંદન કુમાર ઓઝા ચીનના કાયરતા ભર્યા હુમલામાં શહીદ થયા હતા. શહીદ કુંદન કુમાર ઓઝા મૂળ જિલ્લાના બિહિયા સ્ટેશન ક્ષેત્રના પહરપુર ગામના રહેવાસી હતા. જ્યારે તેમના ખેડૂત પિતા રવિશંકર ઓઝા અંદાજીત ત્રીસેક વર્ષ પહેલા જ ઝારખંડમાં સાહેબગંજ જિલ્લાના હાજીપુર પશ્તિમ પંચાયતના ડિહારી ગામમાં પુરા પરિવાર સાથે રહેવા લાગ્યા હતા. સિપાહી કુંદન કુમાર ઓઝા વર્ષ 2012માં સેનામાં દાખલ થયા હતા.

6- સિપાહી અમન કુમારે વર્ષ 2014માં ભારતીય સેનામાં ભરતી મેળવી હતી. તેમનો જન્મ વર્ષ 1993માં થયો હતો. અમન બિહારના સમસ્તીપુર જિલ્લાના રહેવાસ હતા.

7- દિપક કુમાર 16 બિહાર રેજિમેન્ટના સદસ્ય હતા. તે મધ્ય પ્રદેશના રિવાના રહેવાસી હતા. તે વર્ષ 2012માં ભારતીય સૈન્ય સાથે જોડાય હતા. તેમની માતાનું નામ સરોજ સિંહ છે. દિપકનો જન્મ 15 જુલાઈ 1989એ થયો હતો. એટલે કે આવતા મહિને જ તેમનો જન્મદિવસ આવી રહ્ચો હતો.

8- સિપાહી ચંદન કુમાર વર્ષ 2017માં ભારતીય સેનામાં દાખલ થયા હતા. દેશ માટે જીંદગી ન્યોછાવર કરનાર ચંદન કુમારના લગ્ન ગત મહિને જ થવાના હતા પરંતુ તેમના લગ્ન કોરોનાને કારણે દેશમાં લાગેલા લોકડાઉનને પગલે મુલત્વી રખાયા હતા. તેઓ બિહારના ભોજપુર જિલ્લાના રહેવાસી હતા. તેમની માતાનું નામ ધર્મા દેવી છે. શહીદ ચંદન કુમાર ચાર ભાઈ અને ચાર બહેનો વચ્ચે સૌથી નાના હતા. મહત્વની વાત એ છે કે ચંદન કુમારના ત્રણ બીજા ભાઈ પણ આરામીમાં જ છે, જે અત્યારે પણ દેશની સેવા માટે જ કામ કરી રહ્યા છે.

9- સિપાહી રાજેશ ઓરાંવ 16 બિહાર રેજિમેન્ટના સદસ્ય હતા. આ પશ્ચિમ બંગાળના બીરભૂમના રહેવાસી હતા. તેમનો જન્મ 5 એપ્રિલ 1994માં થયો હતો. તે 2015માં ભારતીય સેનામાં દાખલ થયા હતા.

10- સિપાહી ગણેશ રામ 16 બિહાર રેજિમેન્ટના સદસ્ય હતા. તે છત્તિસગઠના કાંકેરના રહેવાસી હતા. 25 એપ્રિલ 1993એ તેમનો જન્મ થયો હતો અને તે વર્ષ 2011માં સેનામાં દાખલ થયા હતા. એક મહિના પહેલા જ ભારત ચીન સીમા પર તેમની તૈનાતી થઈ હતી. શહીદ ગણેશ રામની માતાનું નામ જાગેશ્વરી બાઈ છે.

11- સિપાહી સીકે પ્રધાન 16 બિહાર રેજિમેન્ટના મેમ્બર હતા. તે ઓડિશાના કંધમાલના રહેવાસી હતા. 

12- નાયબ સુબેદાર નંદૂરામ પણ 16 બિહાર રેજિમેન્ટના સદસ્ય હતા અને તેઓ પણ ઓડિશાના રહેવાસી હતા. તે ઓડિશાના મયૂરભંગના રહેવાસી હતા. 

13- હવાલદાર સુનીલ કુમાર પણ 16 બિહાર રેજિમેન્ટના સદસ્ય હતા. તે બિહારના પટણાના રહેવાસી હતા.

14- સિપાહી ગુરતેજ સિંહ 3 પંજાબ રેજિમેન્ટના મેમ્બર હતા. તે પંજાબના મનસાના રહેવાસી હતા. તે સેનામાં 2018માં શામેલ થયા હતા. જેમનો જન્મ દિવસ 15 નવેમ્બર 1997માં થયો હતો. તેમની માતાનું નામ પ્રકાશ કૌર છે.

15- હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી અંકુશ 3 પંજાબ રેજિમેન્ટના મેમ્બર હતા. તે વર્ષ 2018માં ભારતીય સેનાનો હિસ્સો બન્યા હતા. તેમનો જન્મ 1998માં થયો હતો. અંકુરે અંતિમ શ્વાસ સુધી લડત આપી હતી.

16- સિપાહી ગુરવિંદર સિંહ પણ 3 પંજાબ રેજિમેન્ટના સદસ્ય હતા. તે પંજાબના સંગરુરના વતની હતા. 24 માર્ચે 2018ના રોજ દેશ સેવાના સંકલ્પ સાથે ભારતીય સેનાનો તે હિસ્સો બન્યા હતા. તેમનો જન્મ 2 જુન 1998માં થયો હતો.

17- નાયબ સૂબેદાર સતનામ સિંહ 3 મીડિયમ રેજિમેન્ટના સદસ્ય હતા. તે પંજાબના ગુરુદાસપુરના વતની હતા. 1979એ જન્મેલા સતનામ સિંહએ વર્ષ 1995માં ભારતીય સેનાનો હિસ્સો બન્યા હતા. તેમની પત્નીનું નામ જસવિંદર કૌર છે.

18- સિપાહી ગણેશ હંસદા 16 સપ્ટેમ્બર 2018એ ભારતીય સેનામાં જોડાયા હતા. તે મૂળ ઝારખંડના પૂર્વી સિંહભૂમના રહેવાસ હતા. જેમનો જન્મ 12 ઓક્ટોબર 1999એ થયો હતો.

19- સિપાહી જયકિશોર સિંહ 12 બિહાર રેજિમેન્ટના સદસ્ય હતા. તે બિહારના વૈશાલીના રહેવાસી હતા. 11 મે 1993એ થયો હતો. તે વર્ષ 2018માં ભારતીય સેનામાં દાખલ થયા હતા. તેમની માતાનું નામ મંજુ દેવી છે.

20- વીર જવાન સિપાહી કુંદન કુમાર પણ 16 બિહાર રેજિમેન્ટના સદસ્ય હતા. તે બિહારના સહરસાના નિવાસી હતા. તેઓ પણ ચીની સૈનિકો સામે લડતાં લડતાં શહીદ થયા હતા. તેઓ હમણાં જ વર્ષ 2012માં ભારતીય સેનામાં જોડાયા હતાય