મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ નાસાના એક વૈજ્ઞાનિક દ્ધારા અનુમાન કરવામાં આવ્યું છે કે, એલિયંસ ધરતી પર આવી ચુક્યા હોય, પણ આપણને તેની ખબર પડી ના હોય..! નાસાના કમ્પ્યૂટર સાયન્ટીસ અને પ્રોફેસર સિલ્વાનો પી. કોલંબોએ એક રિચર્ચ પેપરમાં આ દાવો કર્યો છે. સિલ્વાનોએ તર્ક કરતા કહ્યું કે, એલિયંસની સંરચના પરંપરાગત કાર્બન સંરચના પર આધારિત ના હોય, આથી આપણને તેની ખબર પડી ના હોય. સિલ્વાનોએ કહ્યું કે, આ એલિયંસ માનવીઓની કલ્પનાથી બિલકુલ અલગ દેખાતા હોવાની સંભાવના પણ છે.

પ્રોફેસર સિલ્વાનોએ પોતાના રીસર્ચ પેપરમાં લખ્યું છે કે, એવું જરૂરી નથી કે આપણે જેને ખોળીએ છીએ અથવા જે આપણને ખોળે છે તે આપણી જેમ જ કાર્બન આધારિત હોય. સિલ્વાનોએ વૈજ્ઞાનિકોને પણ કહ્યું છે કે, એલિયંસને લઈને આપણે આપણી ધારણાઓ પર ફરીથી કામ-સંશોધન કરવાની જરૂર છે. સિલ્વાનોએ એલિયંસને સુપર ઇન્ટેલિજન્સ બતાવતા કહ્યું કે, બની શકે છે કે તે આકારમાં ખુબ નાના કે સુક્ષ્મ પણ હોઈ શકે છે.  

નાસાના કમ્પ્યૂટર સાયન્ટીસ્ટ સિલ્વાનોએ તમામ વૈજ્ઞાનિકોને કહ્યું કે, નવા પ્રકારની ધારણાઓ-કલ્પનાઓ સાથે નવી જ ટેકનીક પર કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે, માનવીય સભ્યતામાં ટેકનીક વિકાસનો ઈતિહાસ લગભગ ૧૦ હજાર વર્ષ જુનો છે. આ ઉપરાંત વૈજ્ઞાનિક ટેકનીક-પદ્ધતિમાં છેલ્લા ૫૦૦ વર્ષમાં સારો વિકાસ થયો છે. આથી સંભવ છે કે, એલિયંસ ટેકનોલોજીમાં આપણા કરતા પણ ઘણા જ આગળ હોઈ શકે છે.