મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ શું તમે સેકંડ હેન્ડ ફોન ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો. જો હાં તો આ સમાચાર તમારા માટે ખુબ જરૂરી છે. આમ તો સેકંડ હેન્ડ ફોન ખરીદવામાં કાંઈ ખોટું નથી, આ સસ્તો અને સારો વિકલ્પ માની શકાય છે. જોકે સેકંડ હેન્ડ સ્માર્ટ ફોન ખરીદતા સમયે હંમેશા સાવધાન રહેવાની સલાહ અપાય છે. આ દરમિયાન યૂઝર્સે તપાસી લેવું જોઈએ કે જે ડિવાઈસ તે ખરીદે છે તે ચોરીની તો નથી કે પછી તેની સાથે અન્ય કોઈ પ્રોબલેમ્સ તો જોડાયેલા નથી, જેનાથી આપને આગળ જઈને કોઈ પરેશાની ન થઈ જાય.

આ બાબતને લઈને દિલ્હી પોલીસે એક સોશિયલ મીડિયા પર કહ્યું છે કે સેકંડ હેન્ડ ફોન ખરીદતા પહેલા Zipnet વેબસાઈટ પર તેના IMEI નંબર ચેક કરી લેવો જોઈએ કે તે યોગ્ય છે કે નથી. તેમણે લખ્યું છે કે, સેકંડ હેન્ડ મોબાઈલ ફોન ખરીદતા સાવધાન રહો. બની શકે કે તેને ચોરી કે ગુનામાં ઉપયોગ કરાયો હોય. આ રીતે રિપોર્ટ કરાયેલા ફોનના IMEIને #DelhiPolice #Zipnet સિસ્ટમ પર લિસ્ટ કરાય છે અને ફોનના IMEIને બ્લોક કરવા માટે @DoT_Indiaના સાથે શેર કરાય છે જેનાથી તેને આગળ ઉપયોગ ન કરી શકાય. દિલ્હી પોલીસ Zipnetને ચેક કરો.

Advertisement


 

 

 

 

 

જેઓ જાણતા નથી, તેમને જણાવીએ કે આઇએમઇઆઇ અથવા આંતરરાષ્ટ્રીય મોબાઇલ ઉપકરણ ઓળખ નંબર 15 અંકનો હોય છે. તે દરેક ઉપકરણ પર અલગ અલગ હોય છે, બદલાય છે. તેનો ઉપયોગ જ્યારે સ્માર્ટફોન ચોરી થાય છે ત્યારે નેટવર્ક પરના ઉપકરણને ઓળખવા માટે થાય છે.