મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સરહદનો ગુજરાત રાજ્યમાં વિદેશી દારૂ ઠાલવવા બુટલેગરો દ્વારા વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હોવાનું અનેકવાર સાબિત થઈ ચૂક્યું છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ મુખ્ય અને અંતરીયાળ માર્ગો પરથી દારૂની હેરાફેરી અટકાવવા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ કરી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા અંતરીયાળ માર્ગોનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે મોડાસા રૂરલ પોલીસે મુલોજ નજીક સ્વીફ્ટ કારમાંથી ફિલ્મી ઢબે પીછો કરી ૧.૩૩ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement


 

 

 

 

 

મોડાસા રૂરલ ઇન્ચાર્જ પીઆઈ એફ.એલ.રાઠોડ અને તેમની ટીમે મુલોજ નજીક પેટ્રોલીંગમાં હતી ત્યારે રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે ન્યુ સ્વીફ્ટ કાર પસાર થતા પોલીસે કારને અટકાવવા ઈશારો કરતા કાર ચાલકે કાર હંકારી મુકતા પોલીસે પીછો કરતા સ્વીફ્ટ કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ખાડામાં ઉતરી પડતા બુટલેગર કાર મૂકી ફરાર થઇ જતા પોલીસે કારમાંથી ૧.૩૩ લાખથી વધુનો વિદેશી દારૂ સાથે ૪.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કાર ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.