મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અભિનેતા અક્ષય કુમારે હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામમાં એક ફોટો શેર કર્યો હતો. જે ફોટો એટલો વાયરલ થયો કે ડબલ્યુડબલ્યુઈના ખ્યાતનામ કુસ્તીબાજ ધ અંડરટેકરને પણ આ ફોટા પર કોમેન્ટ કરવી પડી હતી. અભિનેતા અક્ષય કુમારે પણ આ કોમેન્ટનો મજાકમાં જવાબ આપ્યો હતો.

સમગ્ર વાત એવી છે કે થોડા દિવસો પહેલા અક્ષય કુમારની ફિલ્મ ખીલાડીઓ કા ખિલાડીને ૨૫ વર્ષ પૂર્ણ થયા. આ ફિલ્મમાં એક સીન દરમિયાન અભિનેતા અંડરટેકર સાથે કુસ્તી કરી હોય તેવો સીન છે. જ્યારે આ ફિલ્મને ૨૫ વર્ષ પૂર્ણ થયા ત્યારે અભિનેતાએ એક મિમ શેર કરીને ચોખવટ કરી કે હકીકતમાં ફિલ્મમાં સાચો અંડરટેકર નહીં પણ બીજા એક કુસ્તીબાજે આ પાત્ર ભજવ્યું હતું. પણ આ ફોટો કઈક એવો હતો કે અંડરટેકર ને હરાવવા વાળા ગણ્યા ગાંઠ્યા કુસ્તીબાજોની સાથે અક્ષય કુમારનો ફોટો હતો.

Advertisement


 

 

 

 

 

આ ફોટો એટલો વાયરલ થયો કે અંડરટેકર તરીકે ઓળખાતા માર્ક વિલિયમ કેલાવેને બધાએ આ ફોટામાં ટેગ કરવામાં શરૂ કર્યા. અંડરટેકરના ધ્યાનમાં આવતા તેમણે અભિનેતાના આ ફોટા પર કોમેન્ટ કરી " તમે સાચી મેચ કરવા તૈયાર હોય તો મને કહેજો." આ કોમેન્ટ જોઈને ચાહકો લોટપોટ થઈ ગયા હતા. અંડરટેકરની આ કોમેન્ટનો અક્ષય કુમારે પણ હાસ્યાસ્પદ જવાબ આપ્યો હતો. અક્ષય કુમારે લખ્યું હતું કે " હું મારું ઇનસ્યોરાન્સ ચેક કરીને જવાબ આપીશ." અક્ષય કુમારનો આ જવાબ તેમના ચાહકો ખૂબ જ રમુજી લાગ્યો.

અક્ષય કુમાર અને અંડરટેકરના ચાહકો હકીકતમાં આ મેચ થાય તેવી કોમેન્ટ કરવા લાગ્યા. અંડરટેકરે ગયા વર્ષે ડબલ્યુ ડબલ્યુ ઈ માંથી વિદાય લીધા બાદ ચાહકો માટે એક વાર ફરી મેચ જોઈ શકાય તેવી તેમની ઈચ્છા છે અને કેટલાક ચાહકોએ માત્ર મજાક માટે આવી પોસ્ટ બનાવીને શેર કરવામાં આવી રહી હતી.

(Edited by- Jayant Dafda)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.