મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ કોફી વિથ કરણની સીઝન 6 શરૂ થઈ ગઈ છે. તેનો પહેલો એપિસોડ પણ ટેલિકાસ્ટ થઈ ચુક્યો છે. હવે ચર્ચામાં બીજો એપિસોડ, જેમાં ગેસ્ટ બનીને પહોંચ્યા હતા અક્ષય કુમાર અને રણવીર સિંહ. કરણ જૌહરના આ ફેમસ પ્રોગ્રામમાં ગેસ્ટ બનીને પહોંચેલા અક્ષય અને રણવીરે પોતાની જીંદગી સાથે જોડાયેલા કેટલાક ખુલાસા કર્યા હતા.

અક્ષયએ પોતાના જીવનમાં અનુશાસનને લઈને બનાવેલા નિયમો અંગે તો વાત કરી જ સાથે કહ્યું કે તે કેવી રીતે કામ દરમિયાન પોતાને કોઈ પણ રીતે ડિસ્ટ્રેક્ટ નથી થવા દેતો. તેણે કહ્યું કે ફક્ત જરૂરી ફોન તે ઉપાડે છે અને તેમાં પણ ફક્ત ત્રણ ફોન એવા છે જેને તે કોઈપણ સમયે કે સંજોગે કામ છીને પણ ઉઠાવી લે છે. આ ત્રણ મહત્વના ફોન કોલ્સ ત્રણ મહિલાઓ સાથે જોડાયેલા છે. તેમાંથી એક તેની માતા, બીજો કોલ પત્ની ટ્વિંકલ અને ત્રીજો કોલ તેની મેનેજર જેનોબિયાનો છે.

આ દરમિયાન જ્યારે અક્ષયને પુછવામાં આવ્યું કે પત્ની ટ્વિંકલ ઉપરાંત તેમની ફિલ્મ ઈંડસ્ટ્રીમાં સૌથી હોટ એક્ટ્રેસ કઈ લાગે છે. તો તુરંત જ અક્ષયે દીપિકા પાદુકોણનું નામ લીધું. આ સાંભળીને રણવીર સિંહના હાવભાવ દેખવા લાયક હતા. તેણે અક્ષયની આ વાતમાં સહમતિ દર્શાવતા પોતાનું માંથુ હલાવ્યું હતું,

દરમિયાન રણવીર સિંહે પણ કહ્યું કે, કઈ રીતે કરણ જૌહરના રિજેક્ટ કરવામાં આવેલા કપડાં તેને પહેરવા પડે છે. ખુદ કરણએ કહ્યું કે ઘણીવાર તે વિદેશ યાત્રાઓ દરમિયાન ઘણી શૉપિંગ કરી લે છે, પણ જે કપડા તેને વધુ લાઉડ પલાગે છે અને પહેરવાનું મન ન થાય તો તેવા કપડાં તે રણવીર સિંહને પહેરવા આપી દે છે.