મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ ખેડૂત નેતા બાલદેવસિંહ સિરસા અને પંજાબી એક્ટર દીપ સિદ્ધૂ સહિત 40 લોકો સામે સમન ઈશ્યૂ કરીને રવિવારે પુછપરછ માટે બોલવ્યા છે. અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે કેન્દ્ર સરકારની એજન્સીની આ કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી હતી અને આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર નવમી વખત ચર્ચા નિષ્ફળ જતાં એજન્સીઓના માધ્યમથી ખેડૂત નેતાઓ અને ખેડૂત આંદોલનને સમર્થન આપનારા લોકોને હેરાન કરવા માગી રહી છે.

બાદલે શનિવારે ટ્વીટ કર્યું, ખેડૂત નેતાઓ એને ખેડૂત આંદોલનના સમર્થકોને એનઆઈએ અને ઈડિ (એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ) દ્વારા પુછપરછ કરવા માટે બોલાવીને તેમને ધમકાવવાના કેન્દ્રના પ્રયાસોની આકરી નિંદા કરીએ છીએ. તે દેશ દ્રોહીઓ નથી. 9મી વખત ચર્ચા નિષ્ફળ ગયા પછી, તે બિલકુલ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત સરકાર ફક્ત ખેડૂતોને ધમકાવવાના પ્રયત્નો કરી રહી છે.