મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનો તાજેતરનો એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઐશ્વર્યા બાળકોના કાર્યક્રમમાં જોવા મળી રહી છે. વીડિયોમાં ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે જોવા મળી રહી છે. જોકે, આ જૂની વીડિયોમાં ઐશ્વર્યા રાય મીડિયા કર્મીઓને પર ગુસ્સે થતી દેખાય છે. વીડિયોમાં જોઇ શકાય છે કે અભિનેત્રી ગુસ્સે થઈને મીડિયા કર્મીઓને જોરથી કહી રહી છે. ગુસ્સે થઈને વાત કરતાં અભિનેત્રીની આંખોમાં આંસુ પણ આવે છે.

અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન વીડિયોમાં  કહી રહી છે કે, "થોડો આદર બતાવો, તમારી સાથે શું ખોટું થયું છે. અહીં બાળકો છે.  સ્ટોપ ઈટ." નાના બાળકોનો રડવાનો અવાજ પણ વીડિયોમાં સંભળાય છે. ઐશ્વર્યા રાય બચ્ચન મીડિયા કર્મીઓને આ બધું કહેતી વખતે આંખોમાં આંસુ આવી જાય છે . અભિનેત્રીનો આ જૂનો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 'deluxebollywood' ના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.


 

 

 

 

 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યા રાય ફિલ્મ 'ફન્ને ખાન' માં જોવા મળી હતી. ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ Maleficent: Mistress of Evilના  હિન્દી વર્ઝન માટે હોલિવૂડની અભિનેત્રી એન્જેલીના જોલીની જગ્યા એ જોવા મળશે. આ ફિલ્મ માટે તેણે એન્જેલીના જોલીનો લુક પણ અપનાવ્યો હતો, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. આ સિવાય અભિનેત્રીએ થોડા દિવસો પહેલા જ પેરિસ ફેશન વીકમાં પ્રવેશ કર્યો હતો. આ સિવાય તે મણિરત્નમ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં પણ જોવા મળી શકે છે. ઉપરાંત તે અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગુલાબ જામુન'માં પણ જોવા મળી શકે છે.