મેરાન્યૂઝ નેટવર્ક.પંજાબઃ ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી પરત ભારતમાં પ્રવેશ્યા છે. ભારત આવ્યા તે સાથે જ તેમનું સ્વાગત થયું હતું. આ ઉપરાંત લોકોમાં ઠેરઠેર ખુશીનો માહોલ છે. લોકોએ તેમનું વેલકમ કર્યું હતું. તેમના આવવાથી પહેલા જ અહીં ભારે ભીડ ઉમટી રહી હતી અને લોકો નાચગાનથી તેમના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી હતી. અભિનંદન અહીં આવી ચુક્યા છે અને હવે તે અહીંથી પહેલા અમૃતસર અને ત્યાંથી સીધા દિલ્હી માટે સીધા રવાના થશે. આજે અહીં જે સેરેમની થાય છે તે નહીં થાય તેવો નિર્ણય કરાયો છે. જોકે અહીં હાજર લોકોની ભીડે જ ભારતીયોના દેશપ્રેમને વિશ્વમાં ઉજાગર કરી દીધો હતો. એક ભારત માતાના સપૂતને જોવા લોકોની જે ભીડ ઉમટી તે જોઈ કદાચ વિશ્વ પણ દંગ રહી જશે. 

લોકોની ભીડે અહીં અભિનંદનના વેલકમ ઉપરાંત તેમની માતાને પણ નમન કર્યા હતા અને કહ્યું હતું કે, આ માતાને સત સત નમન કે તેમણે આ દિકરાને જન્મ આપ્યો. અહીં નારા પણ લાગ્યા હતા. ભારત માતા કી જય, અભિનંદન હમારા હૈ, વંદે માતરમ્... વગેરે નારાઓએ માહોલને દેશભક્તિમય કરી મુક્યો હતો. લગભગ આખા દિવસની રાહ જોયા બાદ સમી સાંજે અહીં વરસાદ ચાલુ થઈ ગયો હતો અને લોકો વરસાદમાં પણ તેમની રાહ જોતા રહ્યા હતા.

અહીં એક ઝૂનુન જોવા મળ્યું હતું લોકોમાં લોકો દેશના ખૂણે ખૂણેથી અહીં પહોંચ્યા છે. જે નથી પહોંચી શક્યા તેઓ પણ પોતાના ટીવી સ્ક્રિન કે મોબાઈલ પર અભિનંદનની ભારત આવવાની રાહ જોઈ રહ્યા હતા. દેશ ભક્તિનો માહોલ અહીં જામી ગયો હતો. અહીં જ્યારે અભિનંદનના પગ પડ્યા ત્યારે જ અહીં લોકોમાં જોશ જોવા મળી ગયો હતો.  

તેઓ પોતાના પરિવારને મળશે. તે ઉપરાંત તેમને જ્યારે ભારતને સોંપાયા તે પહેલા તેમનું મેડિકલ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. અહીં લોકોની ભીડ માત્ર તેમની એક ઝલક જોવા માટે આવી હતી. ઉલ્લેખનીય છે કે, 26 કલાક બાદ તેમની મુક્તી થઈ રહી છે. જેને લઈને દેશભરમાં એક ઉત્સાહનો માહોલ છે. અહીં હિન્દુ, મુસ્લીમ, સીખ તમામ જ્ઞાતિભાતીના લોકો તમામ વિસ્તારોના લોકો માત્ર દેભભક્તિ મનમાં લઈને આવ્યા હતા. લોકો ઢોલ લઈને આવ્યા હતા, ફટાકડા લઈને આવ્યા હતા, મીઠાઈઓ લઈને આવ્યા હતા, વિવિધ પોસ્ટર્સ લઈને આવ્યા હતા અને તેમને વેલકમ કર્યું હતું. લોકોનો પ્રતિસાદ જોઈને ખુદ અભિનંદન પણ ખુશ થઈ ગયા હતા. તેમણે પણ વતનની બોર્ડરને પાર કરી જાણે માતાના ખોળે આવ્યા હોય તેવો અનુભવ કર્યો હતો. દેશ અને દેશવાસીઓ તેમના છે તેનો અનુભવ તેમને અહીં હાજર ભીડે કરાવી દીધો હતો.