મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ બુધવારે જાણકારી આપી છે કે વાયુસેનાના ચોપર ક્રેશમાં ઈજાગ્રસ્ત કેપ્ટન વરુણ સિંહનું સારવાર દરમિયાન નિધન થઈ ગયું છે. આ દુર્ઘટનામાં તેઓ એક માત્ર જીવીત રહ્યા હતા જોકે તેઓ ગંભીર રીતે ઘાયલ પણ હતા. વાયુસેના દ્વારા ઓફિશ્યલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની જાણકારી આપવામાં આવી છે કે તેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા. વાયુસેના મુજબ, કેપ્ટન વરુણસિંહે આજે સવારે અંતિમ શ્વાસ લીધા છે. તે 8 ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

IAFએ એક ટ્વીટમાં કહ્યું, ભારતીય વાયુસેના ઉંડા દુઃખ સાથે જાણ કરી રહ્યા છીએ કે, 8 ડિસેમ્બર 2021એ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા સાહસી ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું આજે નિધન થઈ ગયું છે. ભારતીય વાયુસેના તેમના પરિવારને સાંત્વના આપે છે અને તેમની સાથે છે.