મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં ગઈ કાલે રાત્રીના સમયે એક અકસ્માત થયો હતો. આ અકસ્માત બીઆરટીએસ બસના રૂટમાં થયો હતો. બસે એક એક્ટિવાની ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ઘવાયા હતા જેમાં તેમનું મોત નિપજ્યું છે. પોલીસે આ ઘટનામાં બસ ચાલક સામે ગુનો નોંધ્યો છે. 

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવાન જયગકુમાર ચૌહાણ એક્ટિવા લીઈને બીઆરટીએસ બસના રૂટમાં ચલાવી રહ્યા હતં પરંતુ તે વખતે એક બસ ચાલકે તેમને ટક્કર મારી હતી. બીઆરટીએસ બસે એક્ટીવાને ટક્કર મારી તો તે વ્યક્તિ ફંગોળાઈને સામેની બાજુમાં પટકાયો હતો. જેમાં સામેથી એક ફોર વ્હીલર કાર આવી રહી હતી તેની સાથે તે ભટકાતા તેનું મોત થયું હતું. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.