મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ:  કોરોનાકાળ બાદ શહેરમાં આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે. લોકો જીવનમાં આવતી પરિસ્થિતનો સામનો કરવાને બદલે આત્મહત્યા કરી જીવનનો અંત લાવતા થયા છે. અમદાવાદમાં  એક યુવતી અને એક યુવકે સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી છે. આ અંગે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનએ અકસ્માત નોંધી તાપસ કરવામાં આવી હતી. 

અમદાવાદના જમાલપુરમાં રહેતી સહેનાજબાનુ એકલવાયા જીવનથી કંટાળી ગયા હતા. થોડાક વર્ષ પહેલા તેમના પતિનું બીમારીના લીધે મોત થયું હતું. સહેનાજબાનુને કોઈ સંતાન ન હોવાથી જીવન એકવાયું થઈ ગયું હતું અને ટીબીની બીમારીથી પીડિત હતા. જેથી ગઇકાલે સવારે અગિયાર વાગે જમાલપુર ફૂલબાજર નજીક આવેલા સરદારબ્રિજ પાસેના રિવરફ્રન્ટ વોક વે પરથી સાબરમાટી નદીમાં પડતુ મૂક્યું હતું. આત્મહત્યાના બનાવ બાદ પોલીસ ઘટના સ્થળ પર આવી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જો કે પોસ્ટમોર્ટમ બાદ પણ લાશને કોઈ સ્વીકારવા આવ્યું ન હતું. 

આ બનાવના એક દિવસ અગાઉ વસ્ત્રાલમાં રહેતા ધર્મેશ પંચાલ (ઉં 19વર્ષ) ઘરમાં એકને એક બાળક હતો. ગત 23 તારીખે સાંજના 6 વાગે ગુર્જરી બજાર પાસેના ફૂટપાટ ઉપર એક્ટિવા પાર્ક કરીને નવા બનતા બ્રિજ પાસેના વોક વે પરથી નદીમાં જમ્પ લગાવ્યો હતો. એકના એક છોકરાએ આત્મહતા કરી દેતા પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આત્મહત્યાનું કારણ અગમ્ય છે. સમગ્ર બનાવ અંગે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનએ અકસ્માત ગુનો નોંધવામાં આવ્યો હતો.