મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના કાલુપુર ખાતે ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલે બાથરૂમમાં જ ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધાની ઘટના બની છે. આ મહિલા પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમનું નામ ફાલ્ગુની શ્રીમાળી હતું. ફાલ્ગુની શ્રીમાળીએ પોતાના આપઘાત કરતાં પહેલા લખેલી અંતિમ ચિઠ્ઠી પણ પોલીસને મળી આવી છે. આ ઘટનામાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરતાં તેમનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો છે.

ફાલ્ગુની શ્રીમાળીનો મૃતદેહ બાથરૂમમાંથી ફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળ્યો હતો. તેમણે અંતિમ ચિઠ્ઠી લખી હોવાનું જાણવા મળ્યું છે પરંતુ તેમણે આપઘાત કયા કારણસર કર્યો છે તે હજુ જાણી શકાયું નથી. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.