મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: એક મહિલાએ તેના પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મારો પતિ તેના મિત્રની પત્ની સાથે સંબંધ રાખે છે અને તેના ઘરે જ પડ્યો રહે છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના રાણીપ વિસ્તારમાં ગાયક કલાકર સામે તેની પત્નીએ આક્ષેપ કર્યો કે મારા ગાયક કલાકાર પતિને તેના મિત્રની પત્ની સાથે પ્રેમ સંબંધ હોય તેવી પુરી શંકા છે. બે મહિનાથી ઘરે આવતો જ નથી. તેના જ ઘરે રહે છે. વધારે પડતો તેના ઘરે જ રહે છે, જેથી પાંચ- છ દિવસ પહેલા અમારે ઝઘડો થયો હતો. તેના મિત્રના ઘરે જવાની ના પાડતા મારઝુડ કરી તેના ઘરે જતો રહેતો હતો. માનસિક અને શારીરિક ત્રાસ આપતા રાણીપ પોલીસ સ્ટેશનમાં મહિલાએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement


 

 

 

 

 

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 9 માર્ચ 2020ના રોજ ગાયક કલાકાર યુવક સાથે લવમેરેજ કર્યા હતા. લગ્ન બાદ બંને પતિ-પત્ની તેમના મિત્ર અને તેની પત્ની સાથે રહેતા હતા. ત્રણ મહિના સાથે રહ્યા બાદ બંને આઠ મહિના બનાસકાંઠા ખાતે વતનમાં રહ્યા હતા. ત્યાંથી રાણીપમાં જ એક સોસાયટીમાં રહેવા આવ્યા હતા. જોકે છેલ્લા બે મહિનાથી પતિ ઘરે આવતો ન હતો અને તેના મિત્રના ઘરે જ રહેતો હતો. જેથી બંને પતિ અને પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા. આ વાતની જાણ પ્રિયંકાએ તેના માતા અને બહેનને કરતા ઘર સંસાર તૂટે નહિ તે માટે સહન કરતી રહી.

જોકે પ્રિયંકાને પુરી શંકા છે કે પતિને તેના મિત્રની પત્ની સાથે પ્રેમ સંબંધ છે. જેના કારણે વધારે પડતો સમય ત્યાં રહે છે અને તેના લીધે દરરોજ ઝઘડો થાય છે. મિત્રના ઘરે જવાની ના પાડતા તે પત્ની સાથે મારઝુડ કરી તેના ઘરે જતો રહેતો હતો.