મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના ગોતા વિસ્તારમાં એક જર્જરિત પાણીની ટાંકી ધરાશાઈ થઈ ગઈ છે. વસંતનગર ટાઉનશીપમાં આવેલી આ પાણીની ટાંકી પડી ગયાની ઘટના સામે આવતા ફાયર બ્રિગેડ તુરંત સ્થળ પર પહોંચ્યું હતું. હાલ માહિતી એવી સામે આવી રહી છે કે આ ઘટનામાં 5 વ્યક્તિ દટાયા હોવાની જાણકારી મળી છે.

વિગતો એવી સામે આવી રહી છે કે ગોતાની વસંતનગર ટાઉનશીપમાં આવેલી ટાંકી આજે ઉતારતી વખતે ધરાશાયી થઈ હતી સાથે જ એવી વિગત પણ સામે આવી છે કે મકાન પર પાણીની ટાંકી પડી હતી, જોકે તે બાબતની હકીકત હજુ અધિકારિક રીતે સામે આવી નથી.  આ ઘટનાની માહિતી મળતાં ફાયર બ્રિગેડની પાંચ ગાડી અને એમ્બ્યૂલન્સ ઘટના સ્થળ પર દોડી આવી હતી. ઘટનાને પગલે લોકો પણ દોડતા થઈ ગયા હતા.