મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદ માંડલના ઓટોહબ વિઠ્ઠલાપુર પોલીસે હોન્ડા કંપનીમાં નોકરીની લાલચ આપી છેતરપીંડી કરતા શખ્સને મુદ્દામાલ સાથે ઝડપ્યો છે. વિઠ્ઠલાપુર હોન્ડા કંપનીમાં અગાઉ નોકરી કરી ચુકેલા શખ્સે હોન્ડા કંપનીના ખોટા લેટરપેડ, આઇડી અને નિમણૂંક પત્ર આપી રૂપિયા પડાવી છેતરપીંડી કરતો હતો. તેના દ્વારા વ્યક્તિ દિઠ 60 હજાર માંગણી કરાઇ હતી, અત્યાર સુઘી 17 લોકો સાથે છેતરપીંડી કરી અને આશરે કુલ ₹ 12 થી 14 લાખની છેતરપીંડી કરાઇ હોવાની વિગત સામે આવી રહી છે.

Advertisement


 

 

 

 

 

વિઠ્ઠલાપુર હોન્ડા કંપનીના ખોટા આઈ કાર્ડ અને ખોટા લેટરપેઇડ બનાવી નોકરીની લાલચ આપી પૈસા પડાવી હોન્ડા કંપનીના ખોટા નિમણૂંક પત્રો આપી છેતરપીંડી કરતા શખ્સને વિઠ્ઠલાપુર પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદ જિલ્લાના માંડલના વિઠ્ઠલાપુર ઓટો હબ બની રહ્યું છે. ઘણી કંપનીઓ વિઠ્ઠલાપુરમાં આવી છે ત્યારે મોટર સાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો પ્લાન્ટ આવેલો છે. હોન્ડા કંપનીના નામનો ખોટો લેટર પેડ, ખોટા આઈ કાર્ડ અને નિમણૂંક પત્ર બનાવી પૈસા પડાવતા હોવાની મળતા કંપનીના કર્મચારીએ વિઠ્ઠલાપુર પોલીસ મથકમાં ચિંતન પ્રહલાદભાઈ વ્યાસ સામે નોંધાવી છે.

આરોપી શખ્સ ચિંતન પ્રહલાદભાઈ વ્યાસ નામનો યુવક પાટણના હાંસાપુરનો રહેવાસી છે જે 15-03-21 ના રોજ હોન્ડા કંપનીમાં નોકરી લાગ્યો હતો અને માત્ર પાંચ મહિના નોકરી કરી બંધ થઈ ગયો હતો ત્યાર બાદ ચિંતન વ્યાસ નોકરી ઇચ્છુક લોકોને હોન્ડા કંપનીમાં પોતાનું સેટિંગ હોય અને કાયમી નોકરી લેવાના હોવાની અને કાયમી નોકરી લગાડવાની લાચાર આપી હોન્ડા કંપનીના ખોટા લેટરપેડ અને ખોટા આઈ કાર્ડ અને નિમણૂંક પત્રો આપી રૂપિયા 50 હજાર થી 60 હજાર લઈ છેતરપીંડી કરતો હતો.

Advertisement


 

 

 

 

 

આરોપી ચિંતન વ્યાસે 17 જેટલા નોકરી ઇચ્છુક સાથે અંદાજે ₹12 લાખ થી 14 લાખની છેતરપીંડી કરી છે હોન્ડા કંપનીના કર્મચારીને સમગ્ર મામલાની જાણ થતા કર્મચારીએ વિઠ્ઠલાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ તો વિઠ્ઠલાપુર પોલીસે ફરિયાદના ગણતરીના જ કલાકોમાં હોન્ડા કંપનીના ખોટા લેટરપેડ, ખોટા આઈ કાર્ડ, ખોટા નિમણૂંકપત્ર કબ્જે લઈ ચિંતન વ્યાસની ધરપકડ કરી છે. છેતરપીંડીમાં ચિંતન વ્યાસ સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે વિઠ્ઠલાપુર પીઆઇ કે.એમ પ્રિયદર્શી વઘુ તપાસ હાથ ઘરી છે.

(અહેવાલ અને તસવીરો સાભારઃ પીયૂષ ગજ્જર,વિરમગામ)