મેરાન્યૂઝ નેટવર્ક.વિરમગામઃ વિરમગામ શહેરના સામાન્ય શ્રમિક પરિવારના દર્દીને પાસેથી ડોક્યુમેન્ટ લઇ દૂરુપયોગ કર્યાની લેખિત ફરિયાદ થઈ છે. સામાન્ય પરિવારના કિડનીના દર્દી પાસેથી ડોક્યુમેન્ટ લઇ GST નંબર લઇ ખોટા નામે દુરુપયોગ કરતા શખ્સો વિરૃધ્ધ પોલીસ સહિત ઉચ્ચકક્ષાએ લેખિત ફરિયાદ કરવામાં આવી છે. શખ્સો દ્વારા ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી વેપાર કરતા ₹ 1.5 કરોડ જીએસટી બાકી રહેતા  GST અઘિકારીઓ પાસે ભાંડો ફુટ્યો હતો.

આજથી 8-10 વર્ષ પહેલા ભરત ઠાકોર વિરમગામ રેલવે સ્ટેશન પર કેન્ટિનમાં નોકરી કરતા હતા. જે તે વખતે શખ્સોએ ભરત ઠાકોર પાસેથી ડોક્યુમેન્ટ લીઘા હતા. ગતરોજ 1.5 કરોડ જીએસટી બાકી છે તેને લઇ અઘિકારીઓએ ભરત ઠાકોર ઓફીસે બોલાવ્યા અને ત્યાં સમગ્ર ભાંડો ફૂટયો હતો. વિરમગામ શહેરના ઘાંચાની લાટી વિસ્તાર સામાન્ય પરિવારમાં રહેતા ભરતજી ઇશ્વરજી ઠાકોર છેલ્લા 2 થી 3 વર્ષોથી કિડના દર્દી હોય હાલ સારવાર હેઠળ છે.

અરજદાર ભરત ઠાકોરે અલી ખોજા અને જહીર ખોજા સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી છે. રેલવે સ્ટેશન પર કેન્ટિનમાં કામ કરતી વ્યક્તિ પાસેથી દસ્તાવેજો લઇ લીધા હતા. વેચાણવેરા અધિકારી જીએસટી તપાસમાં શખ્સના ઘરે પહોંચતાં ભાંડો ફુટ્યો હતો.

અગાઉ વિરમગામ રેલવે સ્ટેશન પર કેન્ટીનમાં નોકરી કરતા શખ્સ પાસે 2 ઈસમો આવેલા અને લાયસન્સ માટે તારા સરકારી ડોક્યુમેન્ટની જરૂર છે એમ કહી લઈ ગયા હતા. જ્યારે ભોગ બનનાર શખ્સની બે, ત્રણ વર્ષથી કિડનીઓ ફેઈલ થઈ ગઇ હોઈ ડાયાલીસીસ અને દવાઓ ઉપર જીવન ગુજારે છે. ત્યારે તા. 26 / 7 / 2021 ના રોજ બે ઈસમો આવેલા અને ફરિયાદીને બાઈક ઉપર બેસાડી વિરમગામ તાલુકા સેવા સદન કચેરીના બિલ્ડીંગમાં ત્રીજા માળે આવેલી ઓફિસમાં લઈ ગયેલા અને કહ્યું કે તમારૂ દોઢ કરોડ રૂપિયાનું જી.એસ.ટી બાકી છે. 

Advertisement


 

 

 

 

 

આ સાંભળી તેઓ ચોંકી ગયા અને કહ્યું કે હું કોઈ ધંધો કરતો નથી, મારી બંને કિડનીઓ ફેઈલ છે દવાઓ ઉપર જીવન ગુજારીએ છીએ ત્યારે બંને અધિકારીઓએ ઓફિસમાંથી જવા દીધા હતા. જે બાબતે ફરિયાદી ભરતજી ઈશ્વરજી ઠાકોર (રહે, ઘાંચાની લાટી , વિરમગામ) ને પોતાના નામનો અને પોતાના સરકારી ડોક્યુમેન્ટનો દુરુપયોગ થયો હોવાનું જણાતા વિરમગામ ટાઉન પી.આઈ અને વિરમગામ નાયબ કલેકટરને લેખિતમાં જાણ કરી હતી. જેમાં જણાવ્યાનુસાર આજથી 8 થી 10 વર્ષ અગાઉ રેલવે સ્ટેશન ઉપર છોટુભાઈ ખોજાની કેન્ટીન હતી તેમાં અમો નોકરી કરતા હતા અને આ છોટુભાઈને બે દિકરાઓ અલીભાઈ છોટુભાઈ ખોજા, જહીરાભાઈ છોટુભાઈ ખોજા, ( બંને રહે . ભરવાડી દરવાજા અંદર, કડીવાલ કોપ્લેક્ષ, મુંદવાડ પાસે, મુ.પો.તા. વિરમગામ ) બંને શેઠને ત્યાં નોકરી કરતા હતા ત્યારે મારા બંને શેઠે મનેને લાયસન્સ માટે તારા કાગળોની જરૂર છે તેમ કહ્યું હતું. 

જેથી મેં તેઓને મારા માંગેલા તમામ કાગળો આપેલા અને મારા આ કાગળો લઈ તેનો દુરૂપયોગ કર્યો હતો. ભરતભાઈ કોઈપણ જાતનો ધંધો કરતા ન હોવા છતાં ભરતભાઈના નામે જી.એસ.ટી. ટીન નંબર લઈ ખોટા નામે વેપાર કરી જી.એસ.ટી. નહીં ભરી ઉપરોક્ત બંને શખ્સોએ ફરિયાદી તેમજ સરકાર સાથે ગુનાહીત વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી છે. જેની જાણ સોમવારે ફરિયાદીના ઘરે જી.એસ.ટી.નાં બે ઓફિસરો આવ્યા ત્યારે ખબર પડી હતી કે અમારા આપેલા ડોક્યુમેન્ટનો દુરુપયોગ થયો છે. તો ઉપરોક્ત બંને ઈસમોને પકડી મંગાવી તપાસ કરી યોગ્ય નસીયત કરવા અરજી આપી છે. ઉપરોક્ત બાબતે ક્લેકટર અમદાવાદ, ગ્રામ્ય ડી.એસ.પી. અમદાવાદ ગ્રામ્ય ડી.એસ.પી., વિરમગામ પ્રાંત અધિકારી, વેચાણવેરા અધિકારીને લેખિત ફરિયાદની નકલ મોકલી આપવામાં આવી છે.

Advertisement


 

 

 

 

 

(અહેવાલ સહાભારઃ પીયૂષ ગજ્જર, રિપોર્ટર, વિરમગામ)