મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદ અને વડોદરાને જોડતા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે એક બંધ પડેલી ટ્રક પાછળ પુર ઝડપે આવતી ઈકો કાર ઘૂસી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે રોડ પર ઊભા રહી ગયેલા આવા ઘણા વાહનો પાછળ ઘૂસી જવાને કારણે ઘણા અકસ્માતો સર્જાયા છે અને ઘણાના મોત પણ નિપજ્યા છે પરંતુ આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગણતરીની સેકંડ્સમાં યુવતીનું ધડ માથું અલગ થઈ ગયું હતું. લાશો કારના કચ્ચરઘાણ વચ્ચે એવી ફસાઈ હતી કે લોકોની કંપારી છૂટી ગઈ હતી.

અહીં વરસાદી સીઝનમાં કારમાંથી લોકોના વહેતા લોહીએ ખાબોચીયું ભરી દીધું હતું. કારના પતરા, સીટ, ઈન્ટિરિયર વચ્ચે લાશો અને માંસના લોદ્દા એવી રીતે ફસાયેલા હતા કે જોનારા સહુ આ મંજર જોઈ રીતસર ડરી ગયા હતા. આવું મોત કોઈને નસીબ ન થાય તેવી પ્રાથના કરવા લાગ્યા હતા. હાલમાં જ આણંદ ખાતે બનેલી આવી જ એક ઘટનાએ લોકોની કંપારી છોડાવી દીધી હતી જ્યારે અકસ્માતમાં 9ના મોત થયા હતા.

Advertisement


 

 

 

 

 

ઘટના એવી છે કે સોમવારે બપોરે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે રોડની એક તરફ બંધ પડેલી ટ્રક ઊભી હતી. આ દરમિયાન રોડ પર તેમની સ્પીડમાં એક ઈકો કાર આવતી હતી. જોકે ટ્રક ઊભી છે કે ચાલતી છે કશું સમજે તે પહેલા કાર ધડાકાભેર ટ્રકમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં કારના તો કચ્ચરઘાણ વળી જ ગયા હતા પરંતુ અંદર બેસેલાઓ ઘણા ઈજાગ્રસ્ત થયા હતા જે પૈકીના ત્રણ વ્યક્તિનું મોત થયું હતું. કારમાં મુસાફરી કરતી એક યુવતીનું તો ધડ અને માથું અલગ થઈ ગયા હતા. 

ખેડા જિલ્લાના મ્હોળેલ ગામાં રહેતો સોની પરિવાર 16 જુને બાધા પુરી કરવા રાજસ્થાન ગયો હતો. સોમવારે તેઓ પરત આ કારમાં આવી રહ્યા હતા. ત્યારે નડિયાદ નજીક આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટીસાબહેન હરીશ સોની (41 વર્ષ), જીકીશા હરીશ સોની (15 વર્ષ) અને નયનાબહેન નારાયણ સોની (17 વર્ષ)નું મોત નિપજ્યું હતું.

એમ્બ્યૂલન્સ ઘટનાની જાણ થતાં તુરંત સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામ શરૂ કર દીધું હતું. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ આણંદના તારાપુર હાઈવે પાસે વહેલી સવારે આવી જ રીતે ઈકો કારમાં આવી રહેલા ત્રણ પરિવારના 9 સભ્યોના મોત થયા હતા.