મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: રાજ્યમાં આ વર્ષે ગરબાનું આયોજન થશે કે નહીં તેની સરકાર દ્વારા સ્પષ્ટતા હજી સુધી કરવામાં આવી નથી. તો બીજી બાજુ રાજ્યમાં અનેક જગ્યાએ ગરબા ક્લાસીસીસમાં ખેલૈયાઓએ પ્રકટીસ પણ ચાલુ કરી દીધી છે. ત્યારે આ વચ્ચે આવતો ગુજરાતનો સૌથી મોટો ગરબાનો તહેવાર ઉજવાશે કે નહિ તે મૂંઝવણ છે. વડોદરાના મોટા ગરબા આયોજકો યુનાઈટેડ વે અને મા શક્તિના ગરબાનું આયોજન નહિ થાય તેવું પહેલાથી જણાવી દેવામાં આવ્યું છે. 

નવરાત્રિના એક મહિના પહેલેથી જ ખૈલયાઓ તેમજ સંચાલકો ગરબા આરતી, સહિતની તૈયારીઓમાં લાગી જતા હોય છે. ગુજરાતીઓ પોતાના સૌથી મોટા તહેવાર નવરાત્રિને મંજૂરી મળશે કે નહીં તેની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ત્યારે અમદાવાદીઓ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવશે તો પણ અમદાવાદની નામાંકિત કલબોએ નવરાત્રીનું આયોજન નહીં થાય. રાજપથ, કર્ણાવતી સહિતને કલબોએ નવરાત્રીનું આયોજન રદ્દ કરી દીધું છે. ક્લબમાં હજારો મેમ્બર છે. તો બીજી બાજુ  સરકારે જાહેર કાર્યક્રમોમાં ૪૦૦ લોકોની મંજૂરી આપી છે. ત્યારે સરકારની ગાઇડલાઇન મુજબ આયોજન કરવું અશક્ય છે. ત્યારે અમદાવાદ શહેરની મોટી ક્લબોમાં ગરબા નહીં થાય.

ઉલ્લેખનીય છે કે માસ્ક પહેરીને ગરબા થઈ શકે નહીં અને  અને મોટા મેદાનમાં ઓછા ક્રાઉડ સાથેનું આયોજન કરવું  મોંઘુ પડી જાય તેમ છે. અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ બની જાય છે. રાજ્ય સરકાર આગામી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગરબા અંગેનો નિર્ણય કરશે તેવું જાણવા મળ્યું છે.