મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ મિશ્રા સામે મહિલા સાથે બળજબરી કર્યાની ફરિયાદ થઈ છે. એક પીએસઆઈ દ્વારા મહિલાને ફરિયાદના મામલે બોલાવીને પોલીસ સ્ટેશનમાં જ આવા કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાતા સમગ્ર અમદાવાદ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. મહિલાએ વાડજ પોલીસ મથકના પીએસઆઈ સામે એવો આક્ષેપ કર્યો છે કે તેમણે અગાઉ પોલીસ સ્ટેશનમાં અને અમદાવાદની અલગ અલગ હોટલ્સમાં લઈ જઈને બળજબરી કરી છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પીએસઆઈ મિશ્રા સામે એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં મહિલાએ કહ્યું છે કે, આ પીએસઆઈ મિશ્રાએ મને ફરિયાદ અંગે વાત કરવા પોલીસ સ્ટેશન બોલાવી હતી, ત્યાં મારી સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. તે પછી પીએસઆઈ મિશ્રાએ મહિલાને એપલવુડ હોટલમાં લઈ ગયા અને ત્યાં બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો.  હાલ પોલીસે મહિલાની ફરિયાદ લીધી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. હવે તપાસમાં વધુ સત્ય બહાર આવશે.