મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: કોરોના મહામારીના કારણે નવરાત્રિ મહોત્સવ તથા ગરબા મોકુફ હોવાથી એનીમલ લવર એવા વિજય ડાભીએ પેટ ડોગ જોડે નવરાત્રીની ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે મજા માણી હતી.

હાલ કોરોનાની મહામારીના કારણે નવરાત્રિ મહોત્સવમાં ગરબા થવાના નથી ત્યારે ખેલૈયાઓ ખૂબ જ નિરાશ અનુભવે છે. ત્યારે દરિયાપુર વિસ્તારમાં રહેતા એનીમલ લવર એવા વિજય ડાભી પેટ ડોગ જોડે નવરાત્રીની ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે સેલ્ફી ની મજા માણી.. તથા તેમનું કહેવું છે કે હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે દરેક નાગરિક માતાજીની પ્રાર્થના ઘરે બેસીને કરે અને મને છેલ્લા ઘણા સમયથી ગરબા રમવાનો ખૂબ જ શોખ છે અને અગાઉ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબા કરવા જતાં હતા, મિત્રો સાથે આ વખતે અમે જઈ શક્યા નથી છતાં પણ આ વખતે કોરોના ના કારણે તો ઘરમાં ઘરમાં રહી નવરાત્રી મહોત્સવની મજા માણીએ છીએ. માતાને પ્રાર્થના કરીએ છીએ આખા ગુજરાતને આખા વિશ્વને કોરોનાની મહામારી દૂર કરે એવી પ્રાર્થના કરીએ છીએ.