મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ACBએ લાંચિયાબાબુઓનો સપાટો બોલાવી દીધો છે. ACB દ્વારા છેલ્લા સાત દિવસમાં આઠ લાંચિયા બાબુઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે આજે રાજકોટના તાલુકા સેવા સદન ગોંડલ  રેવન્યુ તલાટી વર્ગ-૩ના કર્મચારી અને છોટાઉદેપુરના તાલુકા સેવાસદન કચેરી સંખેડા સર્કલ ઓફિસર વર્ગ - 3ના કર્મચારીને લાંચ લેતા  ACBએ રંગેહાથ ઝડપી લીધા હતા. અગાઉ અવારનવાર લાંચિયાબાબુ ACBના સકંજામાં આવી ગયા છે. તેમ છતાં હજુ પણ લાંચિયા સરકારીબાબુઓ સુરવાનું નામ નથી લઈ રહ્યા.

ઘટના-1
 પિતાના મરણ બાદ  તેઓની વડીલોપાર્જિત જમીનમાં ફરિયાદીનું તથા પરિવારનાં સભ્યોનાં નામો વારસાઈમાં ઉમેરવાનાં હોવાથી ફરિયાદી તાલુકા સેવા સદન, સંખેડા ખાતે અરજી કરી હતી. ત્યાર બાદ સર્કલ ઓફિસર વર્ગ - 3ના કર્મચારી રાકેશ પાટીદારને મળ્યા હતા. ત્યારે રાકેશએ  જણાવ્યુ હતું કે તમારી અટકમાં ભૂલ છે. જેથી ફરિયાદીએ તેમના પિતાની સુધારેલી અટક વાળી ગેઝેટની નકલ રજૂ કરી હતી. રાકેશએ સુધારેલ અટક સાથે વારસાઈ ની નોંધ કરવા માટે  રૂ. ૧૫,૦૦૦/- લાંચની માંગણી કરી હતી.  અંતે વાટાઘાટ કરીને રૂ.૧૪,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.ફરિયાદી લાંચની રકમ  રાકેશને આપવા માંગતો ન હોવાથી  એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે આજ રોજ ACB દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતુ. છટકા દરમિયાન રાકેશએ ફરિયાદી સાથે રૂ.૧૪,૦૦૦/- ની લાંચની રકમ સ્વીકારતા સ્થળ પર પકડાઈ ગયો હતો. ત્યાર બાદ ACBએ રાકેશને ડીટેન કરી તેના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી હતી.

Advertisement


 

 

 

 

 

ઘટના-2
 ચાર નોંધો ગામ નમુના નંબર-૨ હક્ક પત્રકે નોંધ પડાવવા માટે  રેવન્યુ તલાટી વર્ગ-૩ના મનીલ ચાવડાને આપી હતી. જે ચાર નોંધો પાડી ગામ નમુના નંબર-૨ ની હક્ક પત્રકની નોંધ થયા અંગેના નમુના આપવા બદલ ફરીયાદી પાસે રૂા.૧૮૦૦/- ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદીની ફરીયાદ આધારે એસીબીએ આજરોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. તે  દરમિયાન મનીલએ ફરીયાદી સાથે વાતચીત કરી પંચની હાજરીમાં રૂ.૧૮૦૦/- ની લાંચની રકમ માંગીને સ્વીકાર કરતાં ઝડપાઇ ગયો હતો. ACBએ રંગેહાથ ઝડપી લેતા મનીલને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.