મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: શહેરના એસપી રિંગ રોડ પર વસ્ત્રાલ ચાર રસ્તા પાસે આજે સવારે સાઇકલ પર સ્કૂલે જઇ રહેલી વિદ્યાર્થીનું ટ્રકની ટક્કરે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

મૃતક વિદ્યાર્થીનીનું નામ મકવાણા પિન્કી કિશનભાઇ (રહે. રોહિતવાસ, ટેનામેન્ટ, વસ્ત્રાલ ગામ, અમદાવાદ) હોવાનું જાણવા મળ્યું છે. પિન્કી વસ્ત્રાલ રોડ પર આવેલ મોતીબા હાઇસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી હતી.

અકસ્માતને પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા અને એસપી રિંગ રોડ પર ચક્કાજામ કર્યો હતો. જેથી પોલીસ પણ દોડી આવી હતી અને ટોળા તથા પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ થયું હતું. જો કે પોલીસે તોફાની ટોળાને કાબુમાં લઇ ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો.