મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ : અમદાવાદમાં એક વર્ષ અગાઉ ફ્રૂટનો વેપાર શરૂ કરનાર વેપારીને લાખો રૂપિયાનો ચૂનો લાગી ગયો છે. સોલામાં રહેતા વેપારીને પોતાની જ કંપની નોકરી પર રાખનાર કર્મચારીએ અન્ય વેપારીઓ સાથે સાંઠગાંઠ કરીને માલ લઈને પૈસા નહિ ચૂકવી છેતરપીડી કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બાબતે ચાર વેપારીઓ સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના સોલામાં રહેતા હંમેશ પટેલએ ઓગસ્ટ ૨૦૨૦માં પ્રીમીયર એગ્રો નામથી ફ્રુટનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં તેના સાળા અને મિત્રની ભાગીદારી હતી. થોડા મહિના પહેલા તેના ભાગીદાર પાર્થ પટેલના મિત્ર સાગર કિર્તીભાઇનો સંપર્ક હંમેશભાઈ સાથે થયો હતો અને ત્યાર બાદ સાગરને નોકરીએ રાખવામાં આવ્યો હતો. સાગરએ શરૂવાતના સમયમાં સારી રીતે કામ કરીને વેપારના પૈસા ઓફિસમાં જમા કરાવતો હતો. 

ત્યાર બાદ સાગરએ કડીના વેપારી દિલીપ પ્રજાપતિ અને રમેશ માળી તેમજ ગાંધીનગરના રવી પટેલને ૨૨ લાખનો ફ્રૂટનો માલ આપ્યો હતો જેની સામે ૨.૮૯ રૂપિયા એડવાન્સ પેટે અને ૪૦ લાખના ફ્રૂટના માલ સામે ૪.૯૯ રૂપિયા એડવાન્સ આપ્યા હતા. અને બાકીના પૈસા સમયસર ન મળતા હંમેશભાઈએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમની કંપનીના સાગરએ અન્ય વેપારીઓ સાથે મીલીભગતથી પૈસાની વહેંચણી કરી લીધી હતી. જેથી સમગ્ર બાબતે ચાર વેપારીઓ સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.