મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદ શહેરના થલતેજ ખાતેના શિલજ રોડ પરના એક બંગ્લોઝ વિસ્તારમાં સાપ પાઈપમાં ફસાયો હોવાની માહિતી સામે આવી હતી. આ સાપને કારણે લોકોમાં ભય ફેલાયો હતો. તેમણે તુરંત એક રેસ્ક્યૂ ટીમનો સંપર્ક કર્યો હતો. રેસ્ક્યૂ ટીમ દ્વારા સાપને ત્યાંથી ખસેડી તેનું રેસ્ક્યૂ કરાયું અને લોકોને ભયમુક્ત કર્યા હતા.

હાલ  અમદાવાદ જેવા  મહાનગરમાં અવાર નવાર સાપ ઘરમાં, પોળોમાં, સીટી  બહાર  બંગ્લોઝ વિસ્તારમાં જોવા મળે છે. પહેલાના સમયમાં સાપ જોવા મળે તે નસીબદાર છું. ભાઈ એવી વાત થતી હતી, પણ આજના યુગમાં વૃક્ષો ઓછા થઈ ગયા પ્રદુષણ વન્ય જીવનો વસવાટ છીનવાઈ ગયા, જંગલો ઓછા થઈ ગયા. સાપ આમ પણ હવે માનવ વસાહતની નજીક રહેતા થઈ ગયા છે. આજે મંગળવારે તારીખ 3/12/201એ થલતેજ વિસ્તારમાં શિલજ રોડ પર આવેલા દેવવિહાર વિસ્તારમાંથી સાપ બગ્લોઝની અવાવરી જગ્યા પર પડેલી પાઈપમાં ભરાઈ ગયો હોવાની વિગતો સામે આવી હતી. સાપ ત્યાં જ લાંબા સમયથી હતો અને નીકળતો નહોતો, અહીંના લોકો પણ ગભરાઇ ગયા હતા. આ અંગેની જાણ એનિમલ લાઈફ કેરને થતાં સંસ્થાના મંત્રી વિજય ડાભી સ્થળ પર પહોંચી તેનું રેસ્ક્યું કર્યું હતું. તે સાપ ઘામણ હતો જેનું અંગ્રેજી ભાષામાં નામ રેટ સ્નેક હતું.

આ સાપ મોટા ભાગે આપણા અહીં દેખાય છે ખાસ કરીને ખેતીલાયક જમીનમાં રહેતા હોય છે. આ સાપનું ખૂબ જ અદ્ભુત  રેસ્ક્યુ કરી જીવ બચાવી લેવામાં આવ્યો હતો તથા સ્થાનિક રહેવાસીનો સાપ પ્રત્યેનો ભય દૂર કરવામાં આવ્યો હતો. વિજય ડાભીનું કહેવું છે કે, હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે એટલે જાહેર જનતા એ આટલી તકેદારી અવશ્ય લેજો કે, તમારા ઘર કે, બગ્લોઝ કે, ગાર્ડનમાં અવાવરી વસ્તુ ન રાખતા, નકામી પાઈપ, થેલા, બોક્સ, જુના સુઝ વગેરે.. હમેશાં રાત્રિના સમયે બુટ ઘરની બહાર નીચે ઉતાર્યા પછી અવશ્ય પહેરતી વખતે ચેક કરવા જોઈએ. પછી જ પહેરવા ઘણી વાર મારા રેસ્ક્યુમાં બુટમાંથી પણ સાપ જોવા મળ્યા છે. ઘરમાં કોઈ નકામો હોલ કે ગટર લાઈનના લીકેજ હોય તો અવશ્ય પુરાવાજો. ખાસ કરીને જો સાપ ઘરમાં જોવા મળે તો તેને મારશો નહીં.  તે ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે તેનું ઘ્યાન રાખી હેલ્પ લાઈનનો સંપર્ક કરવો જોઈએ. બઘા સાપ ઝેરી હોતા નથી. મુખ્ય ચાર ઝેરી સાપ જોવા મળે છે.  અમદાવાદ જેવા મહાનગરમાં કોબ્રા (નાગ ), (કાળોતરો) ક્રેટ, રસેલ્સ વાઈપર (ખડચિતડો), 4  ફુરસો સોસકેલલાઈપર, બિન ઝેરી સાપ કરડવાથી ક્યારેય માણસ મરતો નથી. પણ સાપ કરડે ત્યારે કોઈ પ્રકારની અંધશ્રદ્ધા રાખી ભૂવા-તાંત્રિકો કરતા પહેલા તુરંત ડોક્ટર પાસે જવું અને સારવાર લેવી જોઈએ.