મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં છ અલગ અલગ સાયબર ફ્રોડના કિસ્સા સામે આવ્યા છે. એક જ દિવસમાં સોલા પોલીસ સ્ટેશનમાં આ બધા કેસ નોંધાયા છે. જો કે બધા કિસ્સા એક બીજાથી અલગ અને અલગ અલગ વિસ્તારમાં બન્યા છે. અમદાવાદમાં આવેલા ગોતા, સાયન્સ સિટી રોડ સોલા, ઘાટલોડિયા, થલતેજ અને છારોડી વિસ્તારમાં અલગ અલગ વ્યક્તિઓ સાથે સાઈબર ફ્રોડ થયાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

ઘટના - ૧

અમદાવાદમાં ગોતા વિસ્તારમાં રહેતા રાજકુમાર કુમારસેન જાટમ સાથે તારીખ ૯ જુલાઈના રોજ રૂપિયા ૬૦,૧૦૯ નું ઓનલાઈન ફ્રોડ થયું હતું. રાજકુમારને બે અજાણ્યા લોકોએ ફોન કરીને કહ્યું હતું કે તે પોતે કેનેરા બેંકમાંથી મેનેજર બોલે છે અને તેમના પેટીએમ એકાઉન્ટમાં કે વાય સી કરવું પડશે નહીં તો તેમનું એકાઉન્ટ બંધ થઈ જશે. ત્યાર બાદ રાજકુમારે પોતાનો બેંક એકાઉન્ટ નંબર, પેટીએમમાં રજીસ્ટર મોબાઈલ નંબર અને ડેબિટ કાર્ડ નંબર પણ આપ્યો હતો. બીજા દિવસે રાજકુમારના મોબાઈલમાં મેસેજ આવતા તેમને જાણ થઈ કે તેમના બેંક એકાઉન્ટ નથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે. કેનેરા બેંકમાં તપાસ કરતા તેમને જાણવા મળ્યું કે તેમના એકાઉન્ટમાંથી અલગ અલગ કુલ ચાર ટ્રાંજેકશન થાય હતા. જેમાં કુલ ૬૦,૧૦૯ રૂપિયા તેમના એકાઉન્ટ નથી ટ્રાન્સફર થયા હતા. જે નંબર પરથી તેમને કોલ આવ્યો હતો તેમની સાથે વાત કરતા જણાવ્યું કે સાત દિવસમાં રિફંડ મળી જશે પણ સાત દિવસમાં રિફંડ ન મળતાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement


 

 

 

 

 

ઘટના - ૨

અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં આવેલા ગુલાબ ટાવર પાસે રહેતા દર્શ પથીકભાઈ પટેલ સાથે તારીખ ૯ જુલાઈના રોજ એમેઝોન ઓનલાઇન શોપિંગના નામે ૫૨,૪૯૬ રૂપિયાનું ઓનલાઈન ફ્રોડ થયું હતી. દર્શે એમેઝોન પરથી ઓનલાઈન હેડફોનનો ઓર્ડર કર્યો હતો. એક અજાણ્યા નંબરથી કોલ કરીને દર્શને જણાવવામાં આવ્યું કે તેમના ઓનલાઈન ઓર્ડર સાથે તેમને એક ફ્રી ગિફ્ટ મળી રહ્યું છે જેમાં માટે તેમણે એમેઝોન પે દ્વારા ગિફ્ટ કૂપન ખરીદવાનું રહેશે. આવી રીતે પહેલા ૪૫૦૦ રૂપિયાનું ગિફ્ટ વાઉચર લેવાનું કહીને પછી એકંદરે ૧૧,૯૯૯ અને ૧૨,૦૦૯ રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા. ત્યાર બાદ દર્શના એમેઝોન પે એકાઉન્ટમાં પોતાનું એકાઉન્ટ લિંક કરાવીને અપરાધીએ દર્શન એકાઉન્ટ માંથી ૨૩,૯૮૮ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. આમ કુલ ૫૨,૪૯૬ રૂપિયા દર્શના એકાઉન્ટ નથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જ્યારે દર્શે આ પૈસા પરત માંગ્યા ત્યારે પૈસા પરત ન મળતાં તેમણે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ઘટના - ૩

અમદાવાદનાં ગોતા વિસ્તારમાં રહેતા ભાવના બહેન જલજકુમાર દવે સાથે તારીખ ૨૨ જૂનના રોજ રૂપિયા ૯૯,૯૯૬ નું ઓનલાઈન ફ્રોડ થયું હતું. ભાવનાબહેને મિશો નામની એક એપ્લીકેશન માંથી એક ડ્રેસ ઓર્ડર કર્યો હતો. જેના બીજા દિવસે એક અજાણ્યા નંબર પરથી તેમને કોલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે ડ્રેસ તેમને ૨૮ દિવસ પછી મળશે. જ્યારે ભાવના બહેને ઓર્ડર કેન્સલ લેવાનું કહ્યું ત્યારે અજાણ્યા વ્યક્તિએ કહ્યું કે એક ફોર્મ ભરીને ખાલી પાંચ રૂપિયાનું ઓનલાઈન ટ્રાંજેકશન કરી દો તો બીજા દિવસે તમને ડ્રેસ મળી જશે. ફોર્મમાં ભાવના બહેનની એકાઉન્ટ માહિતી અને યુ પી આઈ પિન હતા તે ભરીને ભાવના બહેને પાંચ રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યું હતું. ત્યાર બાદ બીજા દિવસે એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો ચાલુ કોલ દરમિયાન ભાવના બહેનના પંજાબ નેશનલ બેંક માંથી કુલ આંઠ ટ્રાંજેકશનમાં ૯૯,૯૯૬ રૂપિયાનું ઓનલાઈન ફ્રોડ થયું હતું. જેના માટે ભાવનાબહેને સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement


 

 

 

 

 

ઘટના - ૪

અમદાવાદનાં સાયન્સ સિટી રોડ સોલા વિસ્તારમાં રહેતા દેવાંગનાબહેન પુરુષોત્તમદાસ પટેલ સાથે તારીખ ૧૦ જૂનના રોજ રૂપિયા ૧,૩૫,૪૦૦નું સાઈબર ફ્રોડ કરવામાં આવ્યું છે. દેવાંગનાબહેનના એક રિલેટીવ યુ.કે. રહે છે. તેમણે દેવાંગનાબહેનના બાળકના જન્મદિવસ માટે એક ગિફ્ટ કુરિયર કર્યું હતું. ત્યાર બાદ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને બેસ્ટ એકસપ્રેસ કુરિયર સર્વિસ માંથી વાત કરે છે. દેવાંગનાબહેનને ગિફ્ટ લેવા માટે ચાર્જ આપવો પડશે તેમ કહીને તેમના આઈસીઆઈસીઆઈ બેંકના એકાઉન્ટમાંથી ૧,૩૫,૪૦૦ રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. જે અંગે તેમણે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઘટના - ૫

અમદાવાદનાં ચાણક્યપૂરી વિસ્તારમાં રહેતા સર્વેશ કુમાર બલરામભાઈ કુશવાહ સાથે તારીખ ૩૧ મેના રોજ રૂપિયા ૧,૦૦,૨૦૦ નું સાયબર ફ્રોડ થયું હતું. OLX પર થી એક ટ્રેક્ટર ખરીદવા માટે તેમણે એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. આ વ્યક્તિ ઇન્ડિયન આર્મી વડોદરા કેમ્પ માંથી બોલતા હોવાનું જણાવ્યું. સર્વેશકુમારને વિશ્વાસમાં લઇને અલગ અલગ બે ટ્રાંજેકશન કરીને કુલ રૂપિયા ૧,૦૦,૨૦૦ ટ્રાન્સફર કરી લીધા હતા. જેની ફરિયાદ તેમણે સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

Advertisement


 

 

 

 

 

ઘટના - ૬

અમદાવાદનાં છારોડી વિસ્તારમાં રહેતા નિરવ નવલશંકર વ્યાસ અને તેમના પત્ની પિંકલ વ્યાસ સાથે તારીખ ૨૫ માર્ચના રોજ રૂપિયા ૬૭,૩૩૩ નું સાઈબર ફ્રોડ થયું હતું. નિરવે પોતાના જૂના સોફા વેચવા માટે OLXમાં જાહેરાત આપી હતી જેમાં કોન્ટેક્ટ કરવા માટે તેમની પત્નીનો ફોન નંબર આપ્યો હતો. એક અજાણ્યા નબર પરથી સોફા ખરીદવા માટે કોલ આવ્યો ત્યારે સોફાની કિંમત ૧૭,૦૦૦ નક્કી કરી. અજાણ્યા વ્યક્તિએ એક QR કોડ મોકલીને સ્કેન કરવા કહ્યું. આવું કરવાથી પિંકલના એકાઉન્ટ માંથી ૧૭,૦૦૦, ૧૭૦૦૦ અને ૩૩,૩૩૩ એવી રીતે કુલ ૬૭,૩૩૩ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. જેની ફરિયાદ તેમણે સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.