પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): 1919માં ગાંધીજીએ આઝાદીની વાત લોકો સુધી પહોંચાડવા નવજીવન અખબારનો પ્રારંભ કર્યો, આમ કહીએ તો ગાંધીએ 19મી સદીમાં પત્રકારત્વ શરૂ કર્યું. ગાંધીજી સ્થાપિત નવજીવન દ્વારા નવજીવનની સ્થાપનાને 100 વર્ષ પુર્ણ થતાં 2019માં નવજીવન સ્કૂલ ઓફ જર્નાલીશમ શરૂ કર્યું. નવજીવનના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈનો વિચાર હતો કે ગાંધીએ જ્યાંથી પત્રકારત્વ શરૂ કર્યું ત્યાંથી પત્રકારત્વની શાળા શરૂ થવી જોઈએ.

નવજીવન સ્કૂલ ઓફ જર્નાલીઝમ એક અલગ જ પ્રકારની પત્રકારત્વની કોલેજ છે. જેના અભ્યાસક્રમમાં એક પણ પુસ્તક નથી પણ તેમના વિષયોમાં ઉપર આકાશ અને નીચે ધરતી વચ્ચેની તમામ વાતો છે. આ કોલેજની ખાસીયત એવી છે કે, પ્રાધ્યાપકોની સંખ્યા નહીવત છે અને વિવિધ વિષયોમાં માહેર અને ઉત્તમ પત્રકારો પત્રકારત્વ ભણાવે છે. સાબરમતી જેલના કેદીઓ અને નવજીવન સ્કૂલ ઓફ જર્નાલીઝમના વિદ્યાર્થીઓ એક નવી દિશાનું પત્રકારત્વ ભણી રહ્યા છે.

રાજકોટનો તુષાર બસિયા ખાસ નવજીવનમાં ભણવા માટે અમદાવાદ આવ્યો, તેને દુનિયા બદલી નાખવી હતી પણ તેને એક વર્ષમાં સમજાયું કે બદલાવની શરૂઆત પહેલા આપણાથી થવી જોઈએ. તુષારનો અનુભવ પત્રકારત્વની સ્કૂલ બાબતે શું છે જુઓ વીડિયો...