મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ કોઈ વ્યક્તિ આત્મહત્યા પહેલા ખુશ કેવી રીતે હોઈ શકે? તેણે ભોગવેલી ભવની પીડા તેને ખુશ કેવી રીતે રાખે? જોકે અમદાવાદની આ યુવતીના વીડિયોમાં મરતા પહેલા તે ખુશ હોય તેવું દેખાય છે પરંતુ તેવું છે નહીં. તે પોતાના હાસ્યામાં ભવની પીડા દબાવી રહી છે. પ્રેમ ઝંખતી હતી પરંતુ પ્રેમ નહીં મળતાં તેણે આ પગલું ભર્યું પરંતુ પગલું ભરતાં પહેલા તેણે બનાવેલો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લગ્નજીવન દરમિયાન થયેલી તકરારોનું પરિણામ જીવનના અંત સુધી પહોંચી ગયું. પતિના ત્રાસથી તેણે સાબરમતી નદીમાં કુદી પોતાનું જીવન પુરું કરી નાખ્યું હતું.

અમદાવાદના વટવા વિસ્તારની આઈશા આરીફ ખાન નામની યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. તેણે આત્મહત્યા પહેલા પોતાનો વીડિયો બનાવ્યો હતો જેમાં તેણે પોતાની અંતિમ ચિઠ્ઠી રેકોર્ડ કરી લીધી હતી. તેણે આ વીડિયોમાં કહ્યું હતું કે, હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન... ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું... ઇસમે કિસીકા જોર ઔર દબાવ નહીં હે અબ બસ ક્યા કહે? યે સમજ લિજીયે કે ખુદાકિ જીંદગી ઇતની હોતી હે... ઔર મુજે ઇતની જીંદગી બહોત સુકુન વાલી લગતી હે. ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહીં કરના... આઇશા લડાઈઓ કે લિએ નહીં બની... પ્યાર કરતે હે આરીફ સે, ઉસે પરેશાન થોડી કરેંગે? અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે. વો આઝાદ રહે ચલો અપની ઝીંદગી તો યહી તક હે. 


 

 

 

 

મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? માં બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહુત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજમે યા શાયદ તકદીર મેં, મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે. એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબબત કરની હે તો દો તરફ કરો એક તરફા મેં કુછ હાસિલ નહીં હેં. ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હેં, એ પ્યારી સી નદી પ્રે કરતે હેં કી વો મુજે અપને આપ મે સમા લે... ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું, ઔર બહેતે રેહના ચાહતી હું... કિસીકે લિયે નહિ રૂકના, મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે. ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચુકી હું કાફી હેં, થેંક્યું. મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે.. ચલો અલવિદા.

વટવા વિસ્તારમાં અલમી પાર્ક ખાતે રહેતા લિયાકત અલી મકરાણી સિલાઈ કામ કરે છે. તેમને સંતાનમાં મોટી દીકરી હિના, કે જે પરિણિત છે, દિકરો આમીર, અરમાન અને દીકરી આઈશા ઉર્ફે સોનું હતી. વર્ષ 2018માં આઈશાના લગ્ન રાજસ્થાનના ઝાલોરમાં રહેતા આરીફ ખાન સાથે થયા હતા. લગ્ન પછી તેના સાસરિયા તેને પરેશાન કરતાં હોવાની વિગતો મળી રહી છે. દહેજ મામલે ઝઘડા કરી તેઓ ગત બે વર્ષ પહેલા આઈશાને પીયર મુકી ગયા હતા. જે પછી તે પિતા સાથે રહેતી હતી. જે પછી પણ એક વખત આરીફ ઘરે આવીને રૂપિયા દોઢ લાખ લઈ ગયો. બાદમાં ફરી તેને પાછી મુકી ગયો. આઈશાએ અગાઉ પણ પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.


 

 

 

 

તેણે બપોરના સમયે પિતાને ફોન કરી પુછ્યું તમે જમ્યા કે નહીં. ખબર પુછી.. બાદમાં તેણે કહ્યું કે તેની આરીફ સાથે ફોન પર વાત થઈ અને તે તેણીને લઈ જવા માગતો નથી. કહે છે તારે મરવું હોય તો મરી જા. મને વીડિયો મોકલજે. તેથી આઈશાએ તેને વીડિયો મોકલ્યો હતો. આઈશા રિવરફ્રન્ટ સાબરમતી નદી પાસે ગઈ ત્યારે માતાએ તેને કોઈ અયોગ્ય પગલું ન ભરવા સમજાવી અને તેઓ પિતા સાથે તેને શોધવા નીકળયા. જોકે થોડી વાર પછી આઈશાના ફોન પરથી એક અજાણી વ્યક્તિએ વાત કરતાં કહ્યું કે બેગ અને ફોન ખોડિયારનગર રિવરફ્રન્ટ વોક વે પાસેથી મળ્યા છે. ફાયર બ્રિગેડએ નદીમાં તપાસ કરી તો આઈશાની લાશ મળી હતી. હવે તેના પતિ અને સાસરિયાઓ સામે આપઘાતની દુષ્પ્રેરણા સંદર્ભે ગુનો નોંધી પોલીસ વધુ તપાસ કરી રહી છે.