મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ બોલીવુડના ભાઇજાન સલમાન ખાન આજે અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદની મુલાકાત દરમિયાન સલમાન ખાને ગાંધી આશ્રમની મુલાકાત લીઘી હતી. સલમાન ખાન ગાંધી આશ્રમમાં આવ્યો હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરતા ચાહકોની ભારે ભીડ ગાંધી આશ્રમમાં પહોંચી હતી.

સલમાન ખાન પોતાની નવી ફિલ્મ ‘ગેંગસ્ટર’ના પ્રમોશન માટે અમદાવાદ પહોંચ્યો છે. સલમાન ખાને ગાંધી આશ્રમમાં હદયકુંજ અને ગાંધીજીના રૂમની મુલાકાત કરી હતી. ગાંધી આશ્રમમાં સલામાને સૂત્તરની આંટી ગળામાં પહેરવાની જગ્યાએ હાથમાં લક્કીની જેમ પહેરી હતી અને રેંટિયો ચલાવ્યો હતો.

Advertisement


 

 

 

 

 

સલમાન ખાને ગાંધીઆશ્રમની મુલાકાત દરમિયાન વિઝિટર બુકમાં પણ પોતાનો અનુભવ શેર કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, આ જગ્યાએ આવીને મને ખુબ આનંદ થયો, અહીંયા આવીને પહેલી વખત રેટિયો ચલાવીને મને જે ખુશી થઈ છે તે ક્યારેય નહીં ભૂલું, ફરિવાર આશ્રમ આવવાની ઈચ્છા છે.

સલમાનની એક ઝલક જોવા માટે ચાહકો ગાંડાતૂર બન્યા હતા. સલમાન ખાનને જોવા માટે લોકોની પડાપડી થઇ હતી. લોકોએ બેરિકેટ પણ તોડી નાખ્યા હતા અને આશ્રમમાંથી નીકળતા સમયે સલમાનની ગાડીને લોકોએ ઘેરી લીધી હતી.