જયંત દાફડા/ દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): રાત્રી કરફ્યુ દરમિયાન જ્યારે શહેરના રસ્તા ઓ સુમશાન બન્યા છે, તે દરમિયાન પણ સ્મશાનની બહાર શબ વાહિનીની કતારો લાગી છે. અંદાજે ૭ થી ૮ સરકારી અને ખાનગી શબ વાહિનીઓ કોરોનાના દર્દીની ડેડ બોડી લઈને કતારમાં ઊભી છે.

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાએ તેનો પ્રકોપ દેખાડી રહ્યો છે, ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં સરકારી આંકડા મુજબ ગુજરાતમાં કુલ ૮૧૫૨ નવા  કેસ નોંધાયા છે. જેમાં માત્ર અમદાવાદમાં ૨૬૩૧ નવા કેસ નોંધાયા છે. આજે ગુજરાતમાં ૮૧ લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે અમદાવાદમાં ૨૭ લોકોએ જીવ ગુમાવ્યો છે પરંતુ ગ્રાઉન્ડની હકીકત કંઇક જુદી દેખાઈ રહી છે. રાત્રે ૯:૩૦ વાગે કરફ્યુના સમયે પણ થલતેજ સ્મશાનની બહાર અંતિમ વિધિ માટે શબ વાહિની કતાર લગાઈને ઉભી છે ત્યારે મૃતકના પરિવારજનો ભૂખ્યા - તરસ્યા રાહ જોઈને બેઠા છે કે તેમના સ્વજનનો પરિવારજનો ભૂખ્યા - તરસ્યા રાહ જોઈને બેઠા છે, અંતિમ સંસ્કાર ક્યારે થશે.


 

 

 

 

 

એક શબ વાહિનીના ડ્રાઈવરે જણાવ્યું હતું કે, સવાર થી ૪ અલગ અલગ ડેડ બોડીને અંતિમ સંસ્કાર માટે પોંહચાડી હતી અને છેલ્લા ૫ કલાકથી થલતેજ સ્મશાનને એક ડેડ બોડી લઈને ઉભો છું. હજી સુધી અંતિમ સંસ્કારનો વારો આવ્યો નથી હજી અંદાજિત ૧ કલાક લાગશે તેવું જણાવ્યુ હતું.

સ્મશાનની બહાર મધ રાત્રીના આ દ્રશ્ય શહેરની ગંભીર પરિસ્થિતિ દર્શાવી રહ્યા છે. અત્યારે (આ લખાય છે ત્યારે) ૧૧ ડેડ બોડી હજી પણ અંતિમ સંસ્કારની કતારમાં ઉભી છે ત્યારે અન્ય સ્મશાનની પણ આવી જ કંઇક પરિસ્થિતિ છે, પરંતુ રાજ્ય સરકારના આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૭ લોકોએ કોરોનાનાં લીધે જીવ ગુમાવ્યો છે.