મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ નસીબ ખાલી માણસોના જ નથી હોતા, આ વાનરનું પણ નસીબ ખુબ બળીયું નિકળ્યું હતું. નારણપુરા વિસ્તારમાં એક અકસ્માતનો ભોગ બનીને ગંભીર ઈજાઓ સાતે રસ્તામાં પડેલું આ વાનર દર્દથી કણસી રહ્યું હતું. કોઈ તેની હાલત માટે જાણે ચિંતાતુર પણ ન હોય તેવું દ્રષ્ય હતું પરંતુ નસીબ તેના એટલા સારા હતા કે તે જ સમયે ત્યાંથી એનિમલ લાઈફકેરની એમ્બ્યૂલન્સ પસાર થઈ રહી હતી અને તેને યોગ્ય સારવાર મળી તો તે મોતના મુખમાંથી બહાર આવ્યું હતું.

રામ રાખે તેને કોણ ચાખે ખરેખર તેવી ઘટના નારણપુરા વિસ્તારમાં જોવા મળી છે. આજે શુક્રવારે નારણપુરા ખાતે રસ્તા પર ખૂબ જ વાંદરાના ટોળા ભેગા થઇ ગયા હતા અને વાનરના બચ્ચાનું એક્સિડન્ટ થયું હતું અને તે વાનરનું બચ્ચું લોહીલુહાણ હાલતમાં પડ્યું હતું. રસ્તે જનારા લોકોને ખબર ન હતી કે બચ્ચું  જીવે છે કે મરે છે, જીવન-મરણના ઝોલા ખાઈ રહું હતું ત્યારે એનિમલ લાઇફકેરની એમ્બ્યૂલન્સ ત્યાંથી પસાર થઇ રહી હતી. એનીમલ લાઈફ કેરના વિજય ડાભી તથા રવિભાઈએ આ જોતા તાત્કાલિક તે વાનરના બચ્ચાને પ્રાથમીક સારવાર આપી અને તેને એમ્બ્યૂલન્સની મદદથી બોડકદેવ ફોરેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું. તાત્કાલિક તેને સારવાર મળતાની સાથે વાનર બચ્ચાને મોતના મુખમાંથી ઉગારી લેવામાં આવ્યું. જીવદયનો આ અનેરો કિસ્સો જોવા મળ્યો હતો. વાંદરાના બચ્ચાને સહી સલામત રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં દાખલ કરવામાં આવ્યું અને તેને નવજીવન આપવામાં આવ્યું.