મેરાન્યૂઝ નેટવર્ક. અમદાવાદ:  રાજ્યમાં કોરોનાની બીજી લહેર શાંત થયા બાદ હવે અમદાવાદમાં રથયાત્રાને લઈને ચર્ચાઓ થતી રહી છે. કેટલાક લોકોનું માનવું છે કે રથયાત્રા થવી ન જોઈએ અને કેટલાક લોકો તેમના થી વિરુદ્ધ રથયાત્રા થવી જોઈએ તેવું મને છે. લોકોના વિચારો ને બાજુમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રા જે જે વિસ્તાર માંથી પસાર થશે તે વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને સુરક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

રથયાત્રાના થોડા દિવસ પૂર્વે અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ પણ હરકતમાં આવી છે. એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઓઢવ વિસ્તાર માંથી એક ઇસમની ગેરકાયદેસર હથિયાર રાખવા માટે ધરાકડ કરવામાં આવી છે. અમદાવાદનાં બાકરોલ જીઆઈડીસી વિસ્તારમાં રહેતા નરેશભાઈ છગનલાલ મેવાડની એસઓજી ક્રાઈમ બ્રાન્ચે ગઇકાલે ધરપકડ કરી છે. નરેશભાઈ પાસેથી એક દેસી બનાવટની પિસ્તોલ, એક દેસી તમંચો અને છ કારતૂસ મળી આવ્યા હતા.

Advertisement


 

 

 

 

 

એસઓજી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર એ. ડી. પરમાર અને તેમની ટીમ દ્વારા બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન નરેશભાઈની ધરપકડ કરવામાં આવી હતી. એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી સામે ગેરકાયદેસર હથિયાર વિરૃદ્ધમાં કાયદા અંતર્ગત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસએ કુલ એક દેસી પિસ્તોલ, એક દેસી તમંચો, છ કારતૂસ અને એક મોબાઈલ એમ કુલ ૯૬૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રથયાત્રા પૂર્વે સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા એ પેટ્રોલિંગ કરીને આવા શંકાસ્પદ વ્યક્તિઓ અને અસામાજીક તત્વોની ધરપકડ કરવામાં આવી રહી છે. રથયાત્રા નીકળશે કે નહીં તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી પણ સંભવત યોજાનારી રથયાત્રાની સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર એક્શન મોડમાં કામ કરી રહ્યું છે.

Edited: - દેવલ જાદવ