મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના મહિલા પીએસઆઈ 20 લાખની લાંચના કેસમાં ઝડપાયા છે. પીએસઆઈ એટલા સ્ટાઈલીશ છે કે તેમને જોઈને ક્યારેય આપને લાગે નહીં કે તેઓ લાંચ પણ લઈ શકે, પણ ગુનાખોરી કોઈના ચહેરા પર લખેલી હોતી નથી તે વાત પણ એક અલગ સત્ય છે. આ કેસમાં શ્વેતાને ત્રણ દિવસના રિમાન્ડ પર રાખવાનો કોર્ટે હુકમ કર્યો છે.

દુષ્કર્મનો કેસ હતો, દુષ્કર્મના કેસમાં આરોપીને પાસામાં પુરી દેવાની ધમકી આપીને પીએસઆઈ શ્વેતા જાડેજા રૂપિયા વસુલવાના પ્રયાસમાં હતા. જોકે આ ધમકી તેમને ભારે પડી ગઈ. વર્ષ 2017માં પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશન નરોડા ખાતે જીએસપી કોપ સાયન્સ પ્રા. લીના એમડી કેનલ શાહ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જોકે તે પછી બીજી ફરિયાદ પણ નોંધાઈ જેમાં ફરિયાદી મહિલા તેની પીએ હતી અને અન્ય એક મહિલા ઈવેન્ટ ઓર્ગેનાઈઝર હતી. આ કેસની તપાસ મહિલા પીએસઆઈ તરીકે પીએસઆઈ શ્વેતા જાડેજા પાસે હતી. બીજા કેસની તપાસ એસીપી ક્રાઈમ મીની જોસેફ કરતા હતા.

હવે જે કેસમાં તપાસ પીએસઆઈ શ્વેતા જાડેજાએ બાદમાં આ કેસમાં આરોપીને પાસામાં પુરી દેવાની ધમકી આપીને ડરાવ્યો હોવાના આક્ષેપો થવા લાગ્યા હતા. આ કેમસાં પીએસઆઈ શ્વેતાએ આરોપીને ડરાવી ધમકાવીને કેસ પર પાસા કરી નાખવાની વાત કરી રૂ. 35 લાખની માગણી કરી હતી. જોકે રકઝક પછી 20 લાખમાં વાત પતાવવાની હતી. આ કેસમાં આરોપીએ તેની સાથે ઓફીસમાં કામ કરતી મહિલા જેનાલી શાહ મારફતે સીજી રોડ પરની આરસી આંગડિયા પેઢી દ્વારા રૂ. 20 લાખ મોકલાવ્યા હતા. જે પીએસઆઈએ તેના બનેવી જયુભા દ્વારા જામજોધપુર મોકલાવ્યા હતા.

એસઓજીએ કોર્ટમાં 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા અને કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસે કોર્ટ સમક્ષ આ કેસમાં લાંચમાં લીધા રૂપિયાની રિકવરી સહીતની તપાસ માટે રિમાન્ડ માગ્યા હતા. પોલીસ હજુ અગાઉ ક્યાં ક્યા અને કેવી રીતે તેણે લાંચ માગી હતી કે કેમ તે અગં પણ તપાસ કરશે. શ્વેતા મૂળ તો કેશોદની છે તેથી કેશોદ ખાતે પણ તપાસ થાય તે જરૂરી હોવાથી પોલીસે રિમાન્ડ માગ્યા હતા. જોકે હજુ સુધી શ્વેતાના અન્ય સાગરિતો છે કે કેમ તે અંગે પણ પોલીસને જાણકારી મેળવવાની છે.

હવે રિમાન્ડ દરમિયાન આ તમામ તપાસ ઉપરાંત શ્વેતાના બેન્ક સ્ટેટમેન્ટની પણ તપાસ કરવામાં આવશે. એસીબી (એન્ટી કરપ્શન બ્યૂરો) પણ આ કેસમાં મદદે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.