દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ) : અમદાવાદના એક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કુખ્યાત ગેંગોને ખતમ કરવા માટે પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અમદાવાદની ચાર ગેંગને ખતમ કરવામાં આવી છે. સુલતાન ખાન, અઝહર કીટલી, નાઝીર વોરા અને કાલુ ગરદન ચાર કુખ્યાત આરોપીઓને અમદાવાદ પોલીસ દ્વારા જેલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસની ભૂમિકા માત્ર આ આરોપીઓને જેલમાં મોકલવા પૂરતી જ સીમિત નથી ત્યાર બાદ પણ પોલીસ દ્વારા સતત આ આરોપીઓ દ્વારા ગેરકાયદેસર કબજે કરેલી જમીન અને સંપત્તિ રિકવર કરવાનું કામ પણ પોલીસ કરી રહી છે.

Advertisement


 

 

 

 

 

આવા આરોપીઓ સામાન્ય રીતે ન્યાયની પ્રક્રિયામાં છટકબારી શોધીને જેલ માંથી બહાર નીકળી જતા હોય છે અને બહાર આવીને સામાન્ય જનતાને ફરી હેરાન કરવાનું ચાલુ કરી દે છે. આ વાતને ધ્યાનમાં રાખીને આઈપીસી 268 અંતર્ગત અને આ આરોપીઓ ઉપર પાસા એકટ લગાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ધરપકડ કરવામાં આવેલા આરોપી નઝીર વોરા ઉપર પણ આવી જ રીતે પાસા એકટ લગાવવામાં આવ્યો છે.

અમદાવાદ પોલીસ ઝોન 7ના ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે," નઝીર વોરા ઉપર અગાઉના લગભગ 30 જેટલા કેસ છે. તાજેતરમાં તેના ઉપર લેન્ડ ગ્રેબિંગ, વીજ ચોરી અને વાયર ચોરીના ગુના દાખલ કરવામાં આવ્યા છે જેના આધારે નઝીર વોરા ઉપર પાસા એકટ લગાવીને તેને ભુજ જેલમાં મુકવામાં આવ્યો છે. કલમ 268 અંતર્ગત જે કાર્યવાહી કરવામાં આવી છે તેના કારણે હવે આ આરોપી કોઈ પણ પ્રકારના જામીન લઈને બહાર નહીં આવી શકે અને અન્ય પ્રજાને હેરાન નહીં કરી શકે."

Advertisement


 

 

 

 

 

આ ઉપરાંત પોલીસ દ્વારા એએમસી સાથે મળીને આ આરોપીઓની ગેરકાયદેસર સંપતિઓ તોડવાનું કામ અવિરત પણે ચાલુ છે. અમદાવાદના સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં આવેલી નઝીર વોરા, કાલુ ગરદન, અઝહર કીટલી અને સુલતાન ખાનની ગેરકાયદેસર સંપત્તિને પુનઃપ્રાપ્ત કરવા માટે અમદાવાદ પોલીસ દ્વારા એક સીએ ( ચાર્ટર્ડ એકાઉન્ટ ) પણ નીમવામાં આવ્યો છે. આ સંપત્તિ પર કાયદેસર કાર્યવાહી કર્યા બાદ રોપીઓનો કબજો તેના પરથી હટાવવામાં આવશે.

આવા પ્રકારના બીજા આરોપીઓને પણ શક્ય તેટલા જલદી જેલમાં પહોંચાડવામાં આવશે તેવી અમદાવાદ પોલીસ ઝોન 7ના ડીસીપી પ્રેમસુખ ડેલુએ ખાતરી આપી છે.