મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં ઘણી જગ્યાએ ગેરકાયદેસર શેરબજાર ઉપર સટ્ટો રમાડતા ડબ્બા ટ્રેડરોના અગાઉ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ફરી એક વાર પોલિસે ગેરકાયદેસર ચાલતા ડબ્બા ટ્રેડિંગ પર લાલ આંખ કરી છે. અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં ધમધમતા ડબ્બા ટ્રેડિંગ પર રેડ કરીને પોલીસે મોટી સફળતા મેળવી છે. જેમાં પોલીસે 11 લોકોને ઝડપી પાડીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી પ્રાથમિક માહિતી અનુસાર પાંજરાપોળ વિસ્તારમાં જીએસટી ભવનની નજીક આવેલા શ્યામક કોમ્પ્લેક્ષમાં ત્રીજા અને ચોથા માળે શેરબજારમાં ગેરકાયદેસર સોદા કરીને ડબ્બા ટ્રેડિંગ ચલાવવામાં આવી રહ્યું છે તેવી બાતમી એલિસબ્રિજ પોલીસને મળી હતી. પોલીસને બાતમી મળતાં જ પોલીસે અલગ અલગ ટિમ બનાવીને રેડ કરવા પહોંચ્યા હતા. અમદાવાદમાં જુગાર અને સટ્ટો રમતા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવા લોકો પોલીસની નજરથી બચવા માટે અવનવા પ્રયોગો કરતા રહે છે. આજે પકડાયેલા ડબ્બા ટ્રેડિંગમાં પણ ખાસ સોફ્ટવેર અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા સટ્ટો રમાડતા હોવાનું સામે આવ્યું છે.

Advertisement


 

 

 

 

 

પાંજરાપોળ વિસ્તારમાં આવેલા શ્યામક કોમ્પ્લેક્ષમાં શાશ્વત સ્ટોક બ્રોકર પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસ જેના મલિક વિકી રાજેશભાઇ ઝવેરી છે ત્યાં અને બીજી ઓફિસ પીનાક સ્ટોક બ્રોકર્સ જેના મલિક સૌમિલ ભાવનગરી છે તયાં મોટા પાયે ડબ્બા ટ્રેડિંગ ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે આ જગ્યાએ રેડ કરી હતી અને બંને માલિકો સહિત 11 વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટરમાં ગેરકાયદેસર મેટા ટ્રેડર્સ 5 એપ્લિકેશન દ્વારા સેબીની જાણ બહાર શેરબજારમાં શેરની લે વેચના સોડા કરીને ડબ્બા ટ્રેડિંગનો જુગર રમાડતા હતા. 

પોલીસને આ રેડ દરમિયાન 18.52 લાખ રોકડ, 20 મોબાઈલ, 4 લેપટોપ, 2 પૈસા ગણવાના મશીન, અને 10 સિપિયુ એમ કુલ મળીને 22.99 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો હતો.

ધરપકડ થયેલા આરોપીઓ
1. વિકી રાજેશભાઈ ઝવેરી (રહે. માણેકબાગ)
2. જીગર ઉમાકાન્ત ભાઈ શાહ  (રહે. પાલડી)
3. રાજેન્દ્ર ભોગીલાલ શાહ  (રહે. નવાવાડજ)
4. જીગ્નેશ શાહ  (રહે. નવાવાડજ)
5. વિપિન દેસાઈ  (રહે. આંબાવાડી)
6. શીતલ ચોકસી  (રહે. સેટેલાઈટ)
7. દેવાંગ શાહ   (રહે. સેટેલાઈટ)
8. સૌમિલ ભાવનગરી   (રહે. સેટેલાઈટ)
9. રૂપક શાહ   (રહે. ન્યુ વાસણા)
10. તેજસ ભાવનગરી  (રહે. સેટેલાઈટ)
11. જયેશભાઇ મકવાણા  (રહે. ચાંદખેડા)