પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદના પોલીસ કમિશન સંજય શ્રીવાસ્તવને થોડા દિવસ પહેલા એક એજન્સી દ્વારા તેમણે આંતરેલા ફોન કોલ્સની જાણકારી આપવામાં આવી હતી,જેમાં એક લિટીનો સંદેશ હતો કે કાલુપુરવાલા કામ હો ગયા હૈ, આ ફોન કોલ્સની વિગત  મળતા ખુદ પોલીસ  કમિશનર શ્રીવાસ્તવને આશ્ચર્ય થયુ કારણ કાલુપુરમાં એવી કોઈ મોટી ઘટના ઘટી જ ન્હોતી,છતાં તેમણે આ મામલે ક્રાઈમ બ્રાન્ચને તપાસ કરવાનો આદેશ આપતા, ક્રાઈમ બ્રાન્ચ ગુજરાત સહિત દેશના વિવિધ શહેરોમાં પાકિસ્તાની જાસુસી સંસ્થાએ બીછાવેલી જાળનો પર્દાફાશ થયો, આઈએસઆઈએ ઉભા કરેલા મોડયુલને ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢી ત્રણ આરોપીની ધરપકડ કરી ઓન લો ફુલ એકટીવીનો ગુનો નોંધ્યો છે.

પોલીસ કમિશનર સંજય  શ્રીવાસ્તાવને મળેલા એક લિટીના સંદેશાના આધારે ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવિરસિંગ અને નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીકે તપાસ શરૂ કરી એસીપી ડી બી ચુડાસમા અને પોલીસ  ઈન્સપેકટર નિખીલ બ્રહ્મભટે તપાસનો દૌર શરૂ કર્યો,જો કે પહેલા તો કાલુપુરમાં એવી કોઈ મોટી ઘટના ધ્યાનમાં આવતી ન્હોતી, પરંતુ કાલુપુર પોલીસ પાસે જાણકારી  માંગતા માત્ર એટલી જાણકારી મળી કે રેવડીબજારમાં સાત દુકાનોમાં આગ લાગી હતી અને તે માત્ર અકસ્માત હતો


 

 

 

 

 

સાવ અંધારામાં રહેલી ક્રાઈમ  બ્રાન્ચની  ટીમના ઈન્સપેકટર બ્રહ્મભટ્ટે આગ લાગી ત્યારે ચાલુ હતા તેના સીસી ટીવી ફુટેઝ જોવાની શરૂઆત  કરી અને પહેલી એક કડી હાથ લાગી જેમાં સ્પષ્ટ થયુ કે આગ લાગી ન્હોતી પણ આગ લગાડવા ત્રણ યુવકો આવ્યા હતા,જેમના હાથમાં પેટ્રોલની બોટલો હતી એક એકટીવી ઉપર આવેલા આ યુવકોએ આગ લગાડી હતી, જો કે આગમાં કોઈ જાનહાની થઈ ન્હોતી પણ 54 લાખનું નુકશાન હતું ફુટેઝમાં નજરે પડતા એકટીવા સ્કુટરના આધારે તપાસ કરતા  ક્રાઈમ બ્રાન્ચના હાથે ભુપેન્દ્ર ઉર્ફે પ્રવિણ વણઝારા આવ્યો હતો, શહેરના અમરાવાડી વિસ્તારમાં રહેતા ભુપેન્દ્ર ક્રાઈમ બ્રાન્ચ લઈ આવી પણ ભુપેન્દ્ર પોલીસનો તાપ સહન કરી શકયો નહીં.

પરંતુ ભુપેન્દ્રએ જયારો પોતાનું મોંઢુ ખોલ્યુ  તો ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના પગ નીચેની જમીન ખસી જાય તેવી હકિકત સામે આવી હતી, ભુપેન્દ્રની કબુલાત પ્રમાણે ગત વર્ષો લોકડાઉન દરમિયાન તેનો સંપર્ક ફેસબુક મારફતે ભાઈ ઉર્ફે બાબા ભાઈ ઉર્ફે  બાબાભાઈ કંપની સાથે થયો હતો, પોતાની ઓળખ ભાઈ તરીકે આપનારી વ્યકિત ભુપેન્દ્ર સાથે સંપર્ક કેળવ્યા પછી ભુપેન્દ્રની આર્થિક સ્થિતિની જાણકારી મેળવી લીધી  હતી,  ભુપેન્દ્ર ખુબ દારૂણ સ્થિતિમાં હતો, અને વ્યાજના ચક્કરમાં ફસાયો હતો, ્વ્યાજખોરો ભુપેન્દ્ર સહિત તેના પરિવારને ત્રાસ આપતા હતા, આથી બાબાભાઈએ ભુપેન્દ્રને સલાહ આપી હતી કે જો સમાજના દુષણને સાફ કરીશ તો હું તને પૈસા આપીશ

ભુપેન્દ્ર પૈસા માટે કઈ પણ કરવા તૈયાર હતો,બાબા ભાઈએ તેને કહ્યુ કે તને ઠીક લાગે તેવી કોઈ પણ વ્યકિતની તારે હત્યા  કરવાની અને તે માટે હું તને ચાર લાખ રૂપિયા આપીશ કોને મારવો તે તારે જ નક્કી કરવાનું છે ભુપેન્દ્ર અને બાબાભાઈ ફેસબુક મેંસેજર અને વિવિધ એપનો ઉપયોગ કરી એક બીજા સાથે સંપર્કમાં હતા, એક તરફ વ્યાજનું ચક્કર હતું અને પૈસાની ખુબ જરૂર હતી,એટલે ભુપેન્દ્ર  વણઝારા કોઈનું પણ ખુન કરવા તૈયાર થઈ ગયો, પણ તેની સમસ્યા હતી કે તેની પાસે હથિયાર ન્હોતુ, ભુપેન્દ્રએ જયારે હથિયારની માગણી કરી બાબાભાઈનો સંદેશ આવ્યો કે મધ્યપ્રદેશથી તારો કોઈ સંપર્ક કરશે અને હથિયાર આપશે.


 

 

 

 

 

બાબાની સુચના પ્રમાણે મધ્યપ્રદેશની વ્યકિતનો સંપર્ક તો  થયો પણ તેણે હથિયાર પેટે 14 હજારની માગણી કરી, ભુપેન્દ્ર પાસે તો પૈસા ન્હોતા,એટલે તેણે ફરી બાબા પાસે પૈસાની માગણી કરતા બાબાએ જુદા જુદા ટ્રાન્કઝેશન કરી ભુપેન્દ્રના  એકાઉન્ટમાં 25 હજાર મોકલી આપ્યા હતા, પૈસા આવી જતાં ભુપેન્દ્ર મધ્યપ્રદેશ ગયો હતો અને તંમચો ખરીદી પાછો આવી રહ્યો હતો ત્યારે ખેડા પોલીસના હાથે પકડાઈ ગયો અને એક અઠવાડીયુ જેલમાં હતો, જેલમાંથી જામીન ઉપર છુટયા પછી ફરી મેંસેજર દ્વારા ભુપેન્દ્ર અને બાબા સંપર્કમાં આવ્યા ત્યારે બાબાએ કહ્યુ ખુન તારા થશે નહીં પણ તુ કોઈ મોટી ઘટનાને અંજામ આપ તો હું તને પૈસા આપીશ

પુર્વ વિસ્તારમાં ભુપેન્દ્ર રહેતો હોવાને કારણે તેને રેવડી બજારની જાણકારી હતી, ભુપેન્દ્રએ કહ્યુ જો રેવડી બજારમાં આગ લાગે તો મોટુ નુકશાન થાય, બાબાએ આ કામ માટે તેને દોઢ લાખ આપવાનું વચન આપ્યુ હતું, આથી 20 માર્ચના રોજ ભુપેન્દ્ર પોતાના બે મિત્ર અનીલ ખટીક અને અંકિત પાલ સાથે રેવડી બજાર આવ્યો હતો અને દુકાનોને આગ ચાંપી હતી જેનો વિડીયો બનાવી બાબાને મોકલ્યો હતો,  કામ થઈ જતા બાબાએ રમેશ કાંતીની આંગડીયા પેઢીમાં દોઢ લાખ મોકલી આપ્યા હતા, જેમાંથી 80 હજાર પોતે રાખી બાકીની રકમ અંકીત અને અનીલને આપી હતી, આ જાણકારીને આધારે ક્રાઈમ બ્રાન્ચ અંકિત અને અનીલને લઈ આવી હતી

હવે ક્રાઈમ બ્રાન્ચ માટે મહત્વનું હતું કે ભાઈ ઉર્ફે બાબા કોણ છે,ક્રાઈમ બ્રાન્ચે ટેકનીકલ સર્વેલન્સ શરૂ કરતા બાબા ભાઈનું લોકેશન અલગ અલગ દેશમાં હોવાનું આવતુ હતું જો કે બાબા ખરેખ ભારતમાં છે અને તે અલગ અલગ સર્વરનો ઉપયોગ કરી રહ્યો પરંતુ બાબા કંપની પાકિસ્તાનના કરાંચીમાંથી ઓપરેટ થઈ રહી હતી, ક્રાઈમ બ્રાન્ચે મુંબઈની કાંતી રમેશ આંગડીયા પેઢીનો સંપર્ક કરી અમદાવાદ દોઢ  લાખ કોણે મોકલ્યા તેની જાણકારી મેળવી તો ખબર પડી કે 15 લાખ રૂપિયા દુબઈથી આવ્યા હતા અને તે પૈકી દોઢ લાખ અમદાવાદ મોકલવાની સુચના હતી, પણ 15 વાખ દુબઈથી કોણે મોકલ્યા તેની તપાસ કરતા માલુમ પડયુ કે કોઈ ખોઝા નામની  વ્યકિતએ મોકલ્યા હતા.


 

 

 

 

 

ખોઝાનો સંપર્ક કરતા  તેણે જાણકારી આપી કે તેને પૈસા કોંગોમાંથી આવ્યા હતા આમ આખી ઘટનાના તાર આંતરરાષ્ટ્રીય સ્તરની હતી, ભુપેન્દ્રની પુછપરછમાં બાબા દ્રારા સંપર્કમાં આવેલા દિલ્હીના સદામનો ઉલ્લેખ આવતા ક્રાઈમ બ્રાન્ચે આ મામલે દિલ્હી પોલીસને એલર્ટ કરતા દિલ્હી પોલીસે સદામને શોધી કાઢયો તો ચૌંકવનારી  જાણકારી મળી કે ભુપેન્દ્રની જેમ બાબાએ સદામને પણ પૈસાની લાલચ આપી કોઈની પણ હત્યા કરી નાખ  કહેતા  સદામે બે વ્યકિતઓની હત્યા કરી હતી, આમ પાકિસ્તાન સ્થિત આઈએસઆઈ ભારતના યુવાનોને પૈસાની લાલચમાં પહેલા નાના કામ કરાવી પછી કોઈ મોટી  ઘટનાને અંજામ આપવાની હતી પણ તે પહેલા ત્રણ યુવકો ઝડપાઈ ગયા છે.

આંગડીયા પેઢીની જાણકારી પ્રમાણે તેમને દુબઈથી જે પૈસા આવતા હતા  તે ગુજરાતના સુરત વડોદરા અને ભાવનગર તેમજ દિલ્હી , મુંબઈ અને બેગ્લોંર પણ  મોકલતા હતા આમ બાબાએ દેશના અનેક શહેરમાં પોતાના જુદા જુદા મોડયુલ તૈયાર કર્યા છે જેના કારણે સેન્ટ્રલ એજન્સી પણ ચીંતામાં આવી ગઈ છે.