મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદની IDBI, HDFC, ICICI, SBI જેવી ઘણી નામી બેન્કમાંથી 1097 નકલી નોટો મળી આવી છે. આવી કુલ 14 બેન્ક છે જેમાંથી નકલી નોટો મળી છે. 10 રૂપિયાથી લઈ 2000ની નોટો નકલી હોવાનું એસઓજી દ્વારા પકડી પાડવમાં આવ્યું છે. પોલીસને આ તપમાસ દરમિયાન રદ્દ થયેલી 500ની પણ એક નોટ મળી હતી. આ તમામ બેન્ક પૈકી સૌથી વધુ ICICI બેન્કમાંથી નકલી નોટો મળી છે. જોકે આવા કેસ દર ત્રણ મહિને નોંધાય છે પણ હજુ સુધી આવી છૂટી છવાઈ નકલી નોટો બેન્કમાં નાખે છે કોણ તે ક્યારેય પકડી શકાયું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, માહિતી પ્રમાણે, અમદાવાદની IDBI, ICICI, કાલુપુર કો.ઓપરેટિંવ, AXIS, HDFC, યશ બેન્ક,  કોટક મહેન્દ્રા, કોર્પોરેશન, SBI, સ્ટાન્ડર્ડ ચાર્ટડ, HSBC, DCB અને રિઝર્વ બેન્કમાં 2000ની 112, 500ની 132, 200ની 123, 100ની 584, 50ની 138, 20ની 3, 10ની 4 નોટો અને રદ થયેલી રૂ. 500ની 1 નોટ મળી કુલ 1097 નોટો કે જેની કિંમત રૂ. 3.80 લાખની થવા જાય છે તે વિવિધ બેંકમાં જમા થઈ છે.