પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): તમારી લોન બાકી છે તેવુ અમેરિન ઢબનું અંગ્રેજી બોલી, અમેરિકાના નાગરિકોને ઠગી લેતા કોલ સેન્ટર્સ અમદાવાદ, પુના અને મુંબઈમાં બીલાડીના ટોપની જેમ ફુટી નિકળ્યા હતા, ગુજરાતના સિનિયર આઈપીએસની મીઠી નજરમાં ચાલતા આ કોલ સેન્ટર સામે અમેરિકાની એફબીઆઈએ લાલ આંખ કરતા આખો મામલો બહાર આવ્યો હતો,  પણ હવે અમદાવાદમાં 18 કરતા વધુ કોલ સેન્ટર્સ એવા ચાલી રહ્યા છે જે બ્રિટનના નાગરિકોને તમારો ટેકસ બાકી છે, તેવી ધમકી આપી બ્રિટનના એકાઉન્ટમાં પૈસા જમા કરાવી લેતા હતા. આ આખુ કૌભાંડ અમદાવાદથી ચાલી રહ્યું હોવાનું બ્રિટનના એક પત્રકારે સ્ટીંગ ઓપરેશન કરી બહાર લાવ્યો હતો અને બ્રિટનના માધ્યમોમાં આ સમાચાર પ્રસિધ્ધ થતા અમદાવાદ સાયબર સેલ હરકતમાં આવી અને ત્રણ યુવકોને પકડી તેમની પુછપરછ હાથ ધરી છે સંભવ છે કે આ પ્રકારના કૌભાંડની સંખ્યા એક ડઝન કરતા વધુ છે.

બ્રિટનના નાગરિકોને બ્રિટનના સરકારી નંબરથી ફોન આવતો હતો અને તેઓ બ્રિટનના નાગરિકને ચેતવણી આપતા હતા કે તમારે સરકારી નિયમ પ્રમાણે ટેકસ ભરવાનો થાય છે જે તમે ભરપાઈ કર્યો નથી, જેના કારણે તમારે હજારો પાઉન્ડનનો દંડ પણ થઈ શકે છે. જો તમે આ ટેકસની રકમ બ્રિટનના આ સરકારી એકાઉન્ટમાં જમા કરાવો તો દંડથી બચી જશો, અમેરિકાની સરખાણીમાં બ્રિટનમાં વધુ સારી વ્યવસ્થા હોવાને કારણે ત્યાંના નાગરિકોને છેતરવા સહેલા નથી, પરંતુ ઠગો દ્વારા જે ફોન કરવામાં આવતો હતો તે ફોન અમદાવાદથી થતો હોવા છતાં બ્રિટનના નાગરિકને પોતાના ફોન સ્ક્રિન ઉપર બ્રિટનનો સરકારી નંબર દેખાતો હતો. જેના કારણે તેઓ માનવા મજબુર થતાં હતા કે તેમને ફોન કરતા કોઈ બ્રિટનના સરકારી અમલદાર છે.

બ્રિટનના લાખો લોકો આ ગેંગનો શિકાર થઈ રહ્યા છે તેવી જાણકારી બ્રિટનના એક પત્રકારને થતાં તેણે આ ગેંગસ કેવી રીતે લોકોને શિકાર બનાવી રહી છે તેની જાણકારી મેળવવા માટે જાળ બીછાવી અને સ્ટીંગ ઓપરેશન કરવાની શરૂઆત કરી હતી અને સ્ટીંગ ઓપરેશન કરનારે અમદાવાદથી કોલ સેન્ટર ચલાવી રહેલી વ્યકિઓનો પણ સંપર્ક કર્યો અને તેમના નંબર મેળવી તેમની સાથે વીડિયો કોલ પણ કર્યો હતો. આમ બ્રિટનના પત્રકાર પાસે તમામ પુરાવાઓ સાથે પુરતી માહિતી આવી ગઈ અને ખબર પડી કે અમદાવાદમાં આ પ્રકારના 18 કોલ સેન્ટર્સ ચાલી રહ્યા છે. તમામ માહિતીઓ આવી ગયા બાદ બ્રિટનના આ પત્રકારો કઈ રીતે બ્રિટનના નાગરિકો છેતરી રહ્યા છે તેવી સ્ટોરી બ્રિટનના પ્રસિધ્ધ કરી હતી, આ પ્રસિધ્ધ થયેલી સ્ટોરીની જાણકારી અમદાવાદ પોલીસને મળતા હરકતમાં આવેલી સાયબર બ્રાન્ચે કામ શરૂ કરી સૌથી પહેલા મહેસાણા ઓએનજીસી નગરમાં રહેતા ક્રિષ્ણકાંત નામના યુવકને ઝડપી લીધો.

બ્રિટનના પત્રકારે કરેલા સ્ટીંગમાં કુષ્ણકાંતનો  ઉલ્લેખ અને ફોટો પણ હતો, મહેસાણાના સુત્રોના જણાવ્યા પ્રમાણે કુષ્ણકાંતની અટકાયત થયા બાદ તેની પુછપરછમાં વધુ નામો ખુલ્યા હતા જેમાં એક બારોટ નામનો યુવકો અને એક મુસ્લિમ યુવક પણ ઝડપી લેવામાં આવ્યો છે. આમ હવે સાયબર સેલ પાસે કુલ ત્રણ કથીત આરોપીઓ આવી ગયા છે. આગામી એકાદ બે દિવસમાં સાયબર સેલ કોલ સેન્ટરના મુળ સુધી પહોંચી તમામ આરોપી પકડાઈ જાય પણ ગુનાની સત્તાવાર જાહેરાત કરે તેવી સંભાવના છે.