મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદ શહેરના સલામત ગણાતા  નવરંગપુરા વિસ્તારમાં તારીખ ૧૪મી જૂનના રોજ વર્કિંગ વુમન માટેના પેઈંગ ગેસ્ટમાં મોડી રાત્રે અજાણી યુવક ઘૂસી આવ્યો હતો તેણે પીજીમાં કામ કરતી યુવતી સાથે અડપલા કર્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ હતી. જોકે પીજીમાં રહેતી અન્ય યુવતીઓ જાગી જતા ફરાર થઈ ગયો હતો. આ મામલે બદનામી થશે તેવા ડરથી સંચાલક પીઝા સંચાલકે  પોલીસ ફરિયાદ કરી નહોતી પરંતુ આ મામલે અમદાવાદથી પ્રસિદ્ધ હતા એક અંગ્રેજી અખબારમાં આ ઘટના પ્રકાશીત થતા પોલીસ હરકતમાં આવી હતી.

નવરંગપુરા વિસ્તારમાં કમલને એપાર્ટમેન્ટમાં  સની સિંગ  દ્વારા  સાત ફ્લેટ માં યુવતીઓ માટેનું પીજી ચલાવવામાં આવે છે જેમાં 70 યુવતીઓ રહે છે.તારીખ ૧૪જુનના રોજ નવરંગપુરામાં આવેલી  કમલ નયન એપાર્ટમેન્ટમાં ચાલતા  પીજીમાં રાત્રે એક વાગ્યાના સુમારે એક અજાણ્યો યુવક ઘૂસી આવ્યો હતો તેણે કામ કરતી  યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હતા જોકે આ યુતિ બીમાર હોવાને કારણે દવાની અસરમાં   ઘેનમાં હોવાથી તેને પોતાની સાથે થઈ રહેલી હરકતોની ખબર પડી નહીં.

પરંતુ આ દરમિયાન અન્ય યુવતીઓ જાગી જતાં તેમણે જોયેલું દ્રશ્ય જોઈ તે હેબતાઈ ગઈ હતી યુવતીઓ હિંમત કરી પેલા અજાણ્યા યુવકને પડકારતા ભાગી છૂટ્યો હતો ત્યારબાદ  આ યુવતીઓએ ભોગ બનેલી યુવતીને જગાડી સમગ્ર ઘટનાથી વાકેફ કરી હતી.

આ ઘટનાની જાણકારી મળતા પી જી ના સંચાલક સની સિંગ પણ ત્યાં આવી પહોંચ્યા હતા તેમણે સીસીટીવી કેમેરા  ચેક કરતા યુવતીઓએ કરેલી ફરિયાદ સાચી વાતનું પડી હતી જોકે તેમણે આ બાબત અંગે પોલીસને કોઈ જાણકારી આપી ન હતી બુધવારના રોજ અમદાવાદ થી પ્રસિદ્ધ થતા અમદાવાદ મિરર નામના અખબારમાં આ ઘટના પ્રસિદ્ધ થયા  બાદ ગૃહ વિભાગ સહિત પોલીસ  હરકત માંઆવી હતી.

મોડી સાંજે જાણકારી પ્રમાણે અમદાવાદની બોપલ પોલીસે સીજી રોડ ઉપર રહેતા અને ઊબેર ઈટ્સ માં ડીલીવરી બોય તરીકે કામ કરતા ભાવિન શાહ નામના યુવકને  ઝડપી લીધો છે હાલમાં ભાવિન ની પૂછપરછ ચાલુ છે અગાઉ પીજીમાં તે ડીલેવરી કરવા ગયો હોવાને કારણે અહીંયા યુવતીઓ એકલી રહે છે તેવી જાણકારી તેની પાસે હતી તેણે કબૂલાત કરી છે.