દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદમાં બે દિવસ અગાઉ રસ્તા પર રખડતાં ઢોર પકડતી ગાડીમાં ફરજ બજાવતાં પીઆઈ ફારૂક કુરેશીની ઢોર ન પકડવા અને કેસ ન કરવાના મામલે લાંચ લેવા માટે એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ એસીબી દ્વારા ફારૂક કુરેશીની ધરપકડ કરવાના આવી હતી અને પાંચ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. આજે કોર્ટ દ્વારા વધુ તપાસ અને પૂછપરછ માટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

મંગળવારે એરપોર્ટ સર્કલ આસે આવેલી એરપોર્ટ ઇનવન હોટલના ટેરેસ ઉપર ફારૂક ખુરેશીને એસીબી દ્વાર ૧૦૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડવામાં આવ્યા હતા. ફરિયાદી પાસે તેમના ઢોર ન પકડવા અને કેસ ન કરવા માટે આરોપીએ ૧૦૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી અને દર મહિને ૧૦૦૦૦ રૂપિયાનો હપ્તો માંગતા હતા. ફરિયાદી પાસે લાંચ આપવાની સગવડ ન હોવાને કારણે તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી.

મંગળવારે ફારૂક કુરેશીની ધરપકડ કર્યા બાદ એસીબી દ્વારા વધુ તપાસ માટે પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા પૂછપરછ અને તાપસ માટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.