જયંત દાફડા (મેરાન્યૂઝ.અમદાવાદ): એક સમય હતો જ્યારે મિત્રને બાઈક, કાર વગેરે વાહન માગે તો ચાવી આપી દેતા અને તેમાં પણ ખુશી જ અનુભવતા, જોકે હવે આવી રીતે મિત્રો કે સંબંધીને વાહન આપતા, કે કોઈને આંટો આપતા પણ મગજમાં ગણતરીઓ કરવી પડે તેવી હાલત થવા આવી છે. હમણાં જ પેટ્રોલ ડીઝલના ભાવ સમગ્ર રાજ્યમાં ૧૦૦ રૂપિયાને પાર થઈ ગઈ ગયા છે. ત્યારે પેટ્રોલ ડિઝલના વધતા ભાવથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે લોકોને હાંશકારો હતો કે ગેસમાં વાહન ચલાવશું કે વીજ વાહન, જેને કારણે હવે સી. એન.જી વાહનો તરફ વળી રહ્યા છે ત્યાં જ સી.એન.જીના ભાવ પણ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં સી. એન.જીના ભાવમાં ૫.૧૯ રૂપિયાનો વધારો થયો છે. ત્યારે આજે ફરી એકવાર અદાણી ગેસના ભાવમાં ૧.૬૩ રૂપિયાનો ભાવ વધારો થયો છે.

Advertisement


 

 

 

 

 

પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના કારણે જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. જેની સીધી ગૃહિણીઓ પર પડી રહી છે. ત્યારે પેટ્રોલ ડિઝલના ભાવથી ત્રસ થઈને સી. એન.જી તરફ વળેલા લોકોને પણ હવે રાહત મળી શકશે નહીં. આજે અદાણી ગેસના ભાવમાં ૧.૬૩ રૂપિયાનો ભાવ વધારો થયો છે. ત્યારે હવે ગેસનો નવો ભાવ ૬૧.૪૯ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. જે રીતે છેલ્લા એક અઠવાડિયામાં સી.એન.જી ગેસના ભાવ વધી રહ્યા છે. તે જોતાં આગામી દિવસોમાં ગેસના ભાવ સેન્ચૂરી સુધી પોંહચે તો નવાઈની વાત નહિ.

સી. એન.જીના ભાવ વધવાથી શહેરના રિક્ષા ચાલકોને સીધી અસર પડી રહી છે. ત્યારે અમદાવાદ રિક્ષા યુનિયનએ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે રિક્ષાનું ભાડું પણ વર્ષે એક વાર વધતું હોય છે અને ગેસના ભાવ અઠવાડિયામાં પાંચ વખત વધી જાય છે. ભાવ વધારો પરત ખેંચવામાં નહિ આવેતો આગામી દિવસોમાં આંદોલન પણ કરવામાં આવશે.